રાજકોટ ઉપર અલ્ટ્રા વાયોલેટ કિરણો વરસ્યા; ગ્રીનલેન્ડ ચોકડીએ ૪૨ ડિગ્રી

  • April 11, 2024 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા દ્રારા શહેરમાં આઇ વે પ્રોજેકટ હેઠળ મુકાયેલા ૧૦૦૦થી વધુ સીસીટીવી કેમેરામાંથી મુખ્ય માર્ગેા ઉપરના વિવિધ ચોકમાં મુકાયેલા ૧૪ કેમેરાના સેન્સરમાં સોટવેરબેઝ તાપમાન, વરસાદ, ભેજ, પ્રદુષણ વિગેરે માપવાની અને નોંધવાની વ્યવસ્થા છે. દરમિયાન તેમાં થયેલી નોંધ મુજબ રાજકોટ શહેરમાં સૌથી વધુ તાપમાન ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં ૪૧.૭૨ ડીગ્રી નોંધાયું છે, યારે સૌથી ઓછું મહત્તમ તાપમાન કોર્પેારેશન ચોકમાં ૩૨.૮૫ ડીગ્રી નોંધાયું છે. એક જ શહેરના બે અલગ અલગ વિસ્તારોના મહત્તમ તાપમાનમાં ૧૦ ડીગ્રી જેવો જબરો આશ્ચર્યજનક તફાવત નોંધાયો છે. હાલ સુધી મુંબઇ કે બેંગ્લોર જેવા મહાનગરોના અલગ અલગ વિસ્તારોના તાપમાનમાં આવો મોટો તફાવત જોવા મળતો હતો પરંતુ હવે રાજકોટમાં પણ જોવા મળી રહ્યો છે.

વિશેષમાં સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ શહેરમાં ઉનાળાના આરંભથી જ અલ્ટ્રાવાયોલેટ કિરણોનું પ્રમાણ પણ સતત વધવા લાગ્યું છે. ખાસ કરીને છેલ્લા બે–ત્રણ દિવસથી તેમાં દરરોજ વધારો નોંધાઇ રહ્યો છે. રાજકોટ શહેરમાં વૃક્ષોનું પ્રમાણ ઘટતા અને વાહનોની સંખ્યા વધવા ઉપરાંત ઔધોગિક પ્રદુષણ સહિતના કારણોસર ઓઝોન લેયરમાં ગાબડું પડતા અલ્ટ્રા વાયોલેટ મતલબ કે પારજાંબલી કિરણો વરસવાનું પ્રમાણ વધ્યું છે, અલ્ટ્રા વાયોલેટ કિરણોના કારણે ગરમીની તીવ્રતા વધે છે.

ખાંસ કરીને અલ્ટ્રા વાયોલેટ કિરણોથી આંખો તેમજ સ્કિનને ભારે નુકસાન થાય છે આથી બપોરના સમયે બિનજરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને જો નીકળવું પડે તો ટોપી તેમજ ગોગલ્સ અથવા સન ગ્લાસ તેમજ હેન્ડ ગ્લોવ્ઝ પહેરીને જ નીકળવું જોઈએ તેવો તબીબી અભિપ્રાય છે. શહેરના જે વિસ્તારમાં વૃક્ષોનું પ્રમાણ ઓછું હોય ત્યાં અલ્ટ્રા વાયોલેટ કિરણો વધુ નોંધાઇ છે, ત્રિકોણ બાગ ચોકથી ભૂતખાના ચોક સુધીમાં વૃક્ષોનું પ્રમાણ નહીંવત હોય કોર્પેારેશન ચોકમાં અલ્ટ્રા વાયોલેટ કિરણોનું પ્રમાણ સમગ્ર શહેરમાં સૌથી વધુ નોંધાયું છે

એરિયા પ્રમાણે ગરમી
ગ્રીનલેન્ડ ચોકડી ૪૧.૭૨
આજી ડેમ ચોકડી ૩૯.૨૬
ઢેબર રોડઅટીકા ૩૯.૩
જિલ્લા પંચાયત ચોક ૩૬.૦૫
કોઠારીયા ૩૯.૨૬
મોરબી રોડ ૪૧.૭
પ્રધુમન પાર્ક ૩૯.૨૭
રેસકોર્સ ૩૬.૨૩
કોર્પેારેશન ચોક ૩૨.૮૫
મ્યુનિ.ઇસ્ટ ઝોન ઓફિસ ૪૦.૩૫
સોરઠીયાવાડી ચોક ૩૩.૩૩
ત્રિકોણ બાગ ચોક ૩૨.૯૯

અલ્ટ્રા વાયોલેટનું પ્રમાણ
ગ્રીનલેન્ડ ચોકડી ૩.૪૪
આજી ડેમ ચોકડી ૨.૯૪
ઢેબર રોડ અટીકા ૩.૩૫
જિલ્લા પંચાયત ચોક ૨.૮૬
કોઠારીયા ૨.૯૧
મોરબી રોડ ૩.૪૧
પ્રધુમન પાર્ક ૨.૮૪
રેસકોર્સ ૨.૮૯
કોર્પેારેશન ચોક ૩.૪૮
મ્યુનિ.ઇસ્ટ ઝોન ઓફિસ ૨.૪૮
સોરઠીયાવાડી ચોક ૩.૩૭
ત્રિકોણ બાગ ચોક ૨.૯૭




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application