છેલ્લા અઢી વર્ષથી ચાલી રહેલા રશિયા સામેના યુદ્ધમાં યુક્રેને ગઈકાલે રાત્રે મોસ્કો પર સૌથી ગંભીર હુમલો કર્યો છે. યુક્રેને રશિયાની રાજધાની મોસ્કો સહિત અનેક વિસ્તારોને નિશાન બનાવીને રાતોરાત 140 થી વધુ ડ્રોન લોન્ચ કર્યા છે. રશિયન અધિકારીઓએ આજે યુક્રેનિયન હુમલાની પુષ્ટિ કરી હતી મોસ્કો પ્રદેશના ગવર્નર આન્દ્રે વોરોબ્યોવે જણાવ્યું હતું કે ડ્રોને મોસ્કો નજીક રામેન્સકોયે શહેરમાં બે બહુમાળી રહેણાંક ઇમારતોને નિશાન બનાવી હતી, જેના કારણે આગ લાગી હતી. તેમણે કહ્યું કે આ હુમલામાં એક મહિલાનું મોત થયું છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે.
વોરોબ્યોવે જણાવ્યું હતું કે ક્ષતિગ્રસ્ત ઇમારતોની નજીકની પાંચ રહેણાંક ઇમારતો ખાલી કરાવવામાં આવી હતી. આ હુમલાને કારણે સત્તાવાળાઓએ મોસ્કો નજીકના ત્રણ એરપોર્ટ - વનુકોવો, ડોમોડેડોવો અને ઝુકોવસ્કીને અસ્થાયી રૂપે બંધ કરી દીધા. રશિયાની સિવિલ એવિએશન ઓથોરિટી, રોસાવિઆતસિયાના જણાવ્યા અનુસાર, કુલ 48 ફ્લાઇટ્સ અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. જ્યારે 30 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. હુમલા બાદ એરપોર્ટની બહાર પાર્ક કરેલી બસમાં પણ આગ લાગી હતી.
મેયર સેરગેઈ સોબ્યાનિને જણાવ્યું હતું કે મોસ્કોમાં ડ્રોન હુમલાનો કાટમાળ શહેરની સીમમાં આવેલા એક ખાનગી મકાન પર પડ્યો હતો, પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી. તેઓએ મોસ્કો તરફ જતા ડઝનેક ડ્રોન જોયા જે શહેરની નજીક આવતા જ સેનાએ તોડી પાડ્યા હતા. રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેણે નવ રશિયન પ્રદેશોમાં યુક્રેન દ્વારા છોડવામાં આવેલા કુલ 144 ડ્રોનને તોડી પાડ્યા છે.
મીડિયા અહેવાલો અનુસાર રાજધાની મોસ્કો સિવાય, યુક્રેને કુર્સ્ક, બેલ્ગોરોડ, ક્રાસ્નોદર, વોરોનેઝ, બુર્યાન્સ્ક, કિરોવ, કાલુગા, તુલા અને ઓરીઓલ સહિત દસ રશિયન શહેરો પર ડ્રોન હુમલા કર્યા છે. રશિયાનું કહેવું છે કે આ હુમલાઓ આતંકવાદી હુમલા સમાન છે. કારણકે તેઓ નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવે છે. બીજી તરફ યુક્રેનનું કહેવું છે કે તેને રશિયાના વિસ્તારમાં ઊંડા ઘાવ પહોંચાડવાનો અને હુમલો કરવાનો અધિકાર છે. કારણકે તેણે 2022માં તેના સ્થાન પર હુમલો કરીને ભારે નુકસાન કર્યું છે.
રશિયાની SHOT અને બાઝા ટેલિગ્રામ ચેનલોએ બહુમાળી રહેણાંક ઇમારતોમાંથી બહાર નીકળતી જ્વાળાઓના વીડિયો પોસ્ટ કર્યા છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે બહુમાળી ઈમારતના 5 ફ્લેટ ધ્વસ્ત થઈ ગયા છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે યુક્રેનની સરહદ નજીક બ્રાયનસ્ક ક્ષેત્રમાં 72 યુક્રેનિયન ડ્રોનને અટકાવવામાં આવ્યા હતા. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કુર્સ્ક પર 14 અને તુલા પર 13 ડ્રોનનો નાશ કરવામાં આવ્યો હતો. આ સિવાય 5 અન્ય વિસ્તારોમાં 25 ડ્રોન રોકવામાં આવ્યા છે.
સપ્ટેમ્બરની શરૂઆતમાં રશિયાએ એનર્જી અને પાવર સુવિધાઓને નિશાન બનાવ્યા બાદ મંગળવારે યુક્રેનનો આ બીજો હુમલો છે. રશિયાનો તુલા પ્રદેશ, જે મોસ્કોની ઉત્તરે સ્થિત છે, તે રશિયાનું મહત્વપૂર્ણ ઊર્જા અને બળતણ કેન્દ્ર છે. યુક્રેને આ કેન્દ્રને નિશાન બનાવીને ડ્રોન હુમલા કર્યા છે. જો કે રશિયન સરકારી મીડિયાના અહેવાલો અનુસાર, તુલા કેન્દ્રને નુકસાન થયું નથી. આ હુમલાનો બદલો લેવા માટે રશિયાએ ખાર્કિવ અને યુક્રેનના અન્ય ઘણા વિસ્તારોમાં જોરદાર હુમલો પણ કર્યો છે. મંગળવારના હુમલા અંગે યુક્રેન તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. બંને પક્ષોએ નાગરિકોને નિશાન બનાવવાનો ઇનકાર કર્યો છે, તેમ છતાં બંને પક્ષોના હુમલામાં નાગરિકો માર્યા ગયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવ વિધાનસભા પેટાચૂંટણીમા આવતીકાલે યોજાશે મતદાન, જાણો આટલા મતદાન મથક પર યોજાશે મતદાન
November 12, 2024 10:53 PMવડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'નોબેલ શાંતિ પુરસ્કાર' મળવો જોઈએ, દુનિયાના આ મોટા રોકાણકારે કરી માંગ
November 12, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech