યુએસની શાળામાં ફાયરિંગ એકનું મોત, અનેક ઘાયલ

  • January 05, 2024 02:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકામાં હજુ તો નાતાલ અને નવા વર્ષની રજાઓ બાદ શાળા ખુલી જ છે, ત્યાં પહેલા જ દિવસે ગોળીબારની ઘટનાએ સૌ કોઇને ચોંકાવી દીધા છે. થોડા સમય બાદ અમેરિકામાં રાષ્ટ્ર્રપતિ પદની ઉમેદવારી માટેની ચુંટણી થવા જઈ રહી છે, આ દરમિયાન જ શાળામાં ગોળીબારની ઘટના બની છે.આ ઘટના અમેરિકન રાય આયોવાની એક હાઈસ્કૂલમાં બની છે, યાં એક વ્યકિતનું મોત થયું છે અને ઘણા લોકો ઇજાગ્રસ્ત હોવાની આશંકા છે. હજુ સુધી જાનહાનિ અંગે પોલીસ દ્રારા કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવી નથી. અમેરિકન મીડિયા અનુસાર વહેલી સવારે એક હત્પમલાખોરે પેરી હાઈસ્કૂલ પર હત્પમલો કર્યેા હતો. શાળામાં અંધાધૂંધ ફાયરિંગ કર્યુ હતુ.જો કે હજુ શાળા ખુલી જ હોઇ બહત્પ ઓછા લોકો હાજર હોઇ મોટી જાનહાની નથી.ફાયરિંગની ઘટના બાદ તપાસ એજન્સીઓ હાઈસ્કૂલમાં દોડી ગયી હતી. આ ઘટના અંગે ડલ્લાસ કાઉન્ટી શેરિફ ઓફિસે પુષ્ટ્રિ કરી છે કે ફાયરિંગની ઘટનાની તપાસ ચાલી રહી છે.

ફાયરિંગની ઘટનામાં બે વિધાર્થીઓ અને એક સ્કૂલ એડમિનિસ્ટ્રેટરને ઇજા પહોચી છે.બીજી તરફ હત્પમલાખોરે પોતાને ગોળી મારીને આપઘાત કરી લીધો હતો.શિયાળુ વેકેશન બાદના બીજા સેમેસ્ટરના પહેલા જ દિવસે ગોળીબારની આ ઘટના બની છે. વ્હાઇટ હાઉસના એક અધિકારીના જણાવ્યા અનુસાર રાષ્ટ્ર્રપતિ જો બિડેન આ ઘટના પર સતત નજર રાખી રહ્યા છે. વરિ અધિકારીઓ આયોવાના ગવર્નર ઓફિસના સતત સંપર્કમાં છે. ફાયરિંગની ઘટના પછી, કાયદા અમલીકરણ માટેના ઘણા વાહનો અને એમ્બ્યુલન્સ શાળાની બહાર પાર્ક કરેલી જોવા મળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News