યુએસ બજારોમાં ભારે ઘટાડાની અસર ભારતીય બજાર પર પણ પડી છે. આજે અઠવાડિયાના બીજા ટ્રેડિંગ દિવસે એટલે કે આજે સેન્સેક્સ પણ 400 પોઈન્ટના ઘટાડા સાથે 73,700ની નીચે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ 100 પોઈન્ટ ઘટીને 22,350 પર આવી ગયો છે. સૌથી મોટો ઘટાડો આઇટી, મીડિયા અને મેટલ શેરોમાં જોવા મળ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીના કારણે ડાઓ જોન્સ 890 અંક (2.08%) ઘટીને 41,911ના સ્તરે બંધ થયો છે. નેસ્ડેક કમ્પોઝિટમાં 4.00% નો ઘટાડો આવ્યો. તે 728 અંક ઘટીને 17,468 પર આવી ગયો છે. S&P 500 ઇન્ડેક્સમાં 2.70% નો ઘટાડો આવ્યો છે.
સોમવારે S&P 500 તેના 19 ફેબ્રુઆરીના રેકોર્ડ હાઈ સ્તરેથી 8.6% નીચે બંધ થયો હતો. ત્યારથી તેની માર્કેટ વેલ્યૂમાં 4 ટ્રિલિયન ડોલર(350 લાખ કરોડ)થી વધારે ઘટાડો આવ્યો છે. નેસ્ડેક પણ પોતાના ડિસેમ્બરના હાઈ સ્તરેથી 10%થી વધારે ડાઉન ગયો છે.
ટ્રમ્પ દ્વારા પારસ્પરિક ટેરિફ લાદવાની ધમકીએ બજારમાં અનિશ્ચિતતા ઊભી કરી છે. ટ્રમ્પે કહ્યું "અમે પારસ્પરિક ટેરિફ લાદીશું". ભારત હોય કે ચીન, કોઈ પણ દેશ હોય, તેઓ અમારી પાસેથી જેટલો ચાર્જ વસૂલશે, અમે તેટલો જ વસૂલીશું. અમે વેપારમાં સમાનતા ઇચ્છીએ છીએ. પારસ્પરિક એટલે ત્રાજવાની બંને બાજુ સમાન રાખવી. એટલે એક તરફ 1 કિલો ભાર છે તો બીજી તરફ પણ 1 કિલો વજન રાખીને બરાબર કરી દેવું. ટ્રમ્પ માત્ર આ વધારાની વાત કરે છે. અટલે ભારત થોડીક વસ્તુઓ પર 100% ટેરિફ લાદે છે, તો અમેરિકા પણ તે પ્રકારની પ્રોડક્ટ્સ પર 100% ટેરિફ લાદશે.
એશિયન બજારોમાં પણ ઘટાડો
એશિયન બજારોમાં જાપાનનો નિક્કેઇ 1.74%, હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 1.18% અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.45% ઘટ્યો છે. 10 માર્ચે વિદેશી રોકાણકારો (FII) એ -485.41 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. આ સમયગાળા દરમિયાન સ્થાનિક રોકાણકારો (DIIs) એ 263.51 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા. 10 માર્ચના અમેરિકાના ડાઓ જોન્સ 2.08% ઘટીને 41,911 પર, S&P 500 2.70% ઘટીને 5,614 પર અને નેસ્ડેક કમ્પોઝિટ 4.00% ઘટીને 17,468 પર બંધ થયો.
અમેરિકામાં મંદીની આશંકા
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે એક ઇન્ટરવ્યુ દરમિયાન આ વર્ષે અમેરિકામાં મંદીની શક્યતાને નકારી ન હતી. 2025માં મંદીની શક્યતા વિશે પૂછવામાં આવતા, તેમણે કહ્યું, “મને આવી આગાહી કરવાનું પસંદ નથી. પરંતુ નિષ્ણાંતોનું કહેવું છે કે ટ્રમ્પની નીતિઓ ભલે અમેરિકાની આર્થિક તાકાત બતાવવાનો પ્રયાસ કરી રહી હોય, પરંતુ તેનાથી વૈશ્વિક બજારોમાં અસ્થિરતા વધવાની શક્યતા છે. ટેરિફ, ફુગાવો અને વૈશ્વિક મંદીના ભય બજારને નીચે તરફ લઈ જઈ રહ્યुं છે. જો ફુગાવાનો દર વધતો રહેશે, તો યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં ઘટાડો કરવાનું ટાળી શકે છે, જેના કારણે બજારમાં વધુ ઘટાડો થઈ શકે છે.
સોમવારે સેન્સેક્સ 217 પોઈન્ટ ઘટીને 74,115 પર બંધ થયો હતો
ગઈકાલે, અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે, એટલે કે સોમવાર, 10 માર્ચે, સેન્સેક્સ 217 પોઈન્ટના ઘટાડા સાથે 74,115 પર બંધ થયો. નિફ્ટી 92 પોઈન્ટ ઘટીને 22,460 પર બંધ થયો. રિયલ્ટી અને ઓઇલ એન્ડ ગેસ શેરોમાં સૌથી વધુ ઘટાડો થયો. નિફ્ટી રિયલ્ટી અને ઓઇલ એન્ડ ગેસ સૂચકાંકો 2% ઘટીને બંધ થયા. જાહેર ક્ષેત્રની બેંકોના સૂચકાંકમાં 1.86%નો ઘટાડો થયો. ઓટો ઇન્ડેક્સ પણ 1.22% ઘટ્યો. નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સમાં સૌથી વધુ 0.22%નો વધારો થયો. સેન્સેક્સ પર પાવર ગ્રીડનો શેર સૌથી વધુ 2.85% વધીને બંધ રહ્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકામાં પકડાયો મોસ્ટ વોન્ટેડ હેપ્પી પાસિયા, પંજાબમાં 14 આતંકવાદી ઘટનાઓનો આરોપી
April 18, 2025 12:05 AMગુજરાતમાં ગરમીનો પ્રકોપ: રાજકોટ સૌથી ગરમ શહેર, અમદાવાદ સહિત ચાર શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 17, 2025 07:31 PM21મી એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, સરકારની જાહેરાત
April 17, 2025 07:30 PM32 દિવસ બાદ વ્યાયામ શિક્ષકોનું આંદોલન સમેટાયું, સરકાર સાથે સમાધાન
April 17, 2025 07:27 PMજામનગરમાં શહેર ભાજપ દ્વારા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો કરાયો વિરોધ
April 17, 2025 07:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech