યુનાઈટેડ સ્ટેટસ, જાપાન અને એસ કોરિયાએ ભારતમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રકચરને ટેકો આપવા માટે ભારતીય ખાનગી ક્ષેત્ર સાથેના તેમના સહયોગને આગળ વધારતા એક નવું માળખું લોન્ચ કરવાની જાહેરાત કરી છે.જેના પગલે ભારત ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે નવી જ ઐંચાઈ હાંસલ કરી શકશે.યુએસ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પેારેશન, જાપાન બેન્ક ફોર ઇન્ટરનેશનલ કોઓપરેશન અને એકસપોર્ટ–ઇમ્પોર્ટ બેન્ક ઓફ કોરિયા (કોરિયા એકિઝમબેંક) દ્રારા આ સંદર્ભમાં જાહેરાત કરવામાં આવી હતી.
ડીએફસીના સીઈઓ સ્કોટ નાથન, જેબીઆઈસીના ગવર્નર નોબુમિત્સુ હયાશી અને કોરિયા એકિઝમબેંકના ચેરમેન અને સીઈઓ હી–સુંગ યુને ૫જી , ઓપન આરએએન, જેવા માહિતી અને સંચાર ટેકનોલોજી ક્ષેત્રના પ્રોજેકટને સમર્થન આપવા માટે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રકચર ગ્રોથ ઈનિશિએટિવ ફોર ઈન્ડિયા ફ્રેમવર્ક પર હસ્તાક્ષર કર્યા. જેના પગલે હવે થી ભારત સબમરીન કેબલ્સ, ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક, ટેલિકોમ ટાવર, ડેટા સેન્ટર, સ્માર્ટ સિટી, ઈ–કોમર્સ, એઆઈ અને કવોન્ટમ ટેકનોલોજી અંતર્ગાત ઉપરોકત દેશો સાથે સહયોગ સાધશે.
નોંધનીય છે કે ડીજીઆઈ ફ્રેમવર્ક એક સુવ્યવસ્થિત પ્રક્રિયા બનાવે છે યાં ડીએફસી, જેબીઆઈસી અને કોરિયા એકિઝમબેંક, ભારતીય ખાનગી ક્ષેત્ર સાથે ભાગીદારીમાં, ભારતમાં વ્યૂહાત્મક ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રકચર ડીલ્સની જરિયાતોને પહોંચી વળવા માટે ટેકો પૂરો પાડી શકે છે.
આ આખી સુવ્યવસ્થિત પ્રક્રિયા ભારતમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટસ માટે ખાનગી ક્ષેત્રના ભંડોળને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર અને ખાનગી ક્ષેત્ર સાથે નીતિ સંવાદને પણ સમર્થન આપશે. ભારતમાં જેબીઆઈસી, કોરિયા એકિઝમબેંક અને ખાનગી ક્ષેત્ર સાથે ભાગીદારી કરીને, ડીએફસી ભારતમાં ઉચ્ચ–ગુણવત્તાવાળા ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રકચરની માંગને પહોંચી વળવા ખાનગી મૂડીની શકિતને વધુ અસરકારક રીતે મુકત કરવામાં સક્ષમ બનશે, આ માળખું ઇન્ડો–પેસિફિકમાં ટકાઉ વિકાસ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવાના અમારા સહિયારા ધ્યેય તરફની આગેકુચ હોવાનું ડીએફસીના સીઈઓ સ્કોટ નાથનએ જણાવ્યું હતું.
કોરિયા એકિઝમબેંકે કોરિયન સરકારના આર્થિક અને રાજદ્રારી એજન્ડા સાથે સંરેખનમાં અને તેના ગ્રાહકોની બદલાતી જરિયાતોને પૂરી કરવા માટે તેના વિકાસ ફાઇનાન્સ કાર્યને મજબૂત બનાવ્યું છે. વિદેશની આ ત્રણ સંસ્થાઓના સહયોગથી રચાયેલું આ માળખું ભારતમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રકચરની માંગને પહોંચી વળવા માટે મજબૂત પાયો નાખશે.જેનો લાભ ભારતના લોકોને મળશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech