UPSC પરીક્ષાર્થીની ઝાડીમાંથી લટકતી લાશ મળી, CCTVમાં દારૂ ખરીદતો દેખાયો

  • September 24, 2024 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજધાની દિલ્હીના મુખર્જી નગરમાં UPSCની તૈયારી કરી રહેલા એક ઉમેદવારે આપઘાત કર્યો છે. દિપક મીણા દિલ્હીમાં રહીને UPSCની તૈયારી કરી રહ્યો હતો. દીપક 11 સપ્ટેમ્બરના રોજ અચાનક ગાયબ થઈ ગયો હતો. દીપકના ગુમ થયાની ફરિયાદ 14 સપ્ટેમ્બરે પોલીસને કરવામાં આવી હતી. છ દિવસ બાદ દીપકનો મૃતદેહ દશેરા ગ્રાઉન્ડ પાસે ઝાડીમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે દીપકે આત્મહત્યા કરી છે.


ગુગલ પર આપઘાતની પદ્ધતિઓ સર્ચ કરી

દિલ્હી પોલીસ આકાંક્ષી દીપક મીણાના મૃત્યુના મુખ્ય કારણની તપાસ કરી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસને દીપકની ગૂગલ હિસ્ટ્રી પરથી ખબર પડી કે તે તેના મોબાઈલ પર આત્મહત્યા વિશે સર્ચ કર્યું હતું દિલ્હી પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે દીપકે ફોન પર આત્મહત્યાની રીતો શોધી હતી. દીપકે તેના ફોનમાં શું તે ખાવાથી મૃત્યુ થઈ શકે છે તે સર્ચ કર્યું હતું . આ સિવાય પોલીસને દીપકના સીસીટીવી પણ મળ્યા છે જેમાં તે દારૂ ખરીદતો જોવા મળે છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application