દેશમાં ડિજિટલ પેમેન્ટનું વલણ ઝડપથી વધ્યું છે. યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) દ્વારા દર વર્ષે લગભગ 200 લાખ કરોડ રૂપિયા ચૂકવવામાં આવે છે. આ રીતે ચૂકવણીનો આંકડો 10 હજાર કરોડને વટાવી ગયો છે. આ સાથે છેતરપિંડીના કેસોમાં પણ વધારો થયો છે. છેલ્લા અઢી વર્ષમાં યુપીઆઈ દ્વારા છેતરપિંડીના 27 લાખ કેસ નોંધાયા છે. લોકોને 2,145 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા અઢી વર્ષમાં યુપીઆઈ દ્વારા ચૂકવણી દર વર્ષે લગભગ 65 ટકાના દરે વધી છે. ચાલુ નાણાકીય વર્ષના છ મહિનામાં યુપીઆઈ ફ્રોડના 6.32 લાખ કેસમાં લોકોએ 485 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. જ્યારે 2022-23માં છેતરપિંડીના 7.32 લાખ કેસમાં લોકોએ 573 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. છેતરપિંડીને રોકવા માટે, રિઝર્વ બેંકે માર્ચ 2020થી સેન્ટ્રલ પેમેન્ટ ફ્રોડ ઇન્ફોર્મેશન રજિસ્ટ્રી શરૂ કરી હતી. તમામ નિયમનકારી સંસ્થાઓએ આ રજિસ્ટ્રીને ચુકવણીની છેતરપિંડી અંગે જાણ કરવી જરૂરી છે. સરકાર, રિઝર્વ બેંક અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ સમયાંતરે અનેક પહેલ કરી છે. આમાં ગ્રાહકના મોબાઈલ નંબર અને ડિવાઈસ વચ્ચે ડિવાઈસ બાઈડિંગ, પ્નિ દ્વારા ટુ-ફેક્ટર વેરિફિકેશન, દૈનિક ટ્રાન્જેકશન મયર્દિા વગેરેનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોઢા કોલેજના સહાયક પ્રાધ્યાપકે મેળવી પીએચ.ડી.ની ડિગ્રી
December 04, 2024 02:27 PMકચ્છના સ્મૃતિ વન ભુકંપ મેમોરિયલ મ્યુઝિયમને વૈશ્ર્વિક સ્તરે મળી માન્યતા
December 04, 2024 02:26 PMપોરબંદરમાં બે કોમર્શીયલ એક રેસીડેન્ટ મિલ્કત થઇ સીલ
December 04, 2024 02:25 PMપોરબંદરવાસીઓએ સ્વદેશભકત, કર્મવીર મહાત્મા ગાંધીજીને અર્પણ કર્યુ હતુ માનપત્ર
December 04, 2024 02:24 PMસત્યનારાયણ મંદિર પાસે અકસ્માતનો ભય હોવાથી સ્પીડ બ્રેકર બનાવવા જીરુરી
December 04, 2024 02:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech