યુપીઆઈ પેમેન્ટ હવે પ્રીપેડ થર્ડ પાર્ટી એપ થકી પણ થઈ શકશે

  • December 28, 2024 10:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જો કોઈ વ્યકિત કોઈ પણ બેંક ખાતા ધરાવતો નથી તેમ છતાં તે ડિજિટલ પેમેન્ટ વોલેટસ દ્રારા પૈસાની લેવડદેવડ અથવા ચૂકવણી કરી શકશે. રિઝર્વ બેંકએ આ અંગે ગ્રીન સિલ આપી દીધુ છે જો કે આ માટે ગ્રાહકે કેવાયસી કરાવવું પડશે. હવે થર્ડ પાર્ટી એપ્સ દ્રારા પૈસા ચૂકવવા અથવા ટ્રાન્સફર કરવાની પણ મંજૂરી અપાતા લેવડ દેવડ વધુ આસન બનશે.
અત્યાર સુધી એવી સગવડ હતી કે જો ગ્રાહક ગુગલ પે, ફોન પે કે પછી એમેઝોન પે દ્રારા નાણાંકીય વ્યવહાર કરતી હોય તો તે કોઈ બેંક ખાતા સાથે જોડાયેલા હોય તો જ આ સગવડ મળતી હતી.પરંતુ હવે પરિસ્થિતિ બદલાશે.હવે ડિજિટલ પેમેન્ટ વોલેટસ દ્રારા પૈસાની લેવડ–દેવડ અથવા ચૂકવણી કરી શકાશે જે કોઈપણ બેંક ખાતા સાથે લિંક નથી. રિઝર્વ બેંકે હવે આવી થર્ડ પાર્ટી એપ્સ દ્રારા પણ નાણાંની ચુકવણી અથવા ટ્રાન્સફરને મંજૂરી આપી છે. આ થર્ડ પાર્ટી એપ્સ એટલે કે પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટસ હશે. એટલે કે, એક ડિજિટલ વોલેટ જેમાં પહેલા બેંક ખાતા,યુપીઆઈ અથવા રોકડ દ્રારા પૈસા જમા કરાવવાના હોય છે. પછી રકમ ચૂકવી શકશો. અલગથી પૈસા જમા કરાવ્યા વિના, આ વોલેટ તમારા બેંક એકાઉન્ટનો ઉપયોગ પૈસા ટ્રાન્સફર કરવા માટે કરી શકશે નહીં તેવી સગવડ પણ આપવામાં આવી છે. રિઝર્વ બેંકના આ ગ્રીન સિલ બાદ બેંકો અથવા નોન બેંકો તેમના પીપીઆઈ વોલેટ ઈશ્યુ કરી શકશે

પેમેન્ટ કઈ રીતે થશે, આ રીતે સમજો
જો તમે ગિટ કાર્ડ, મેટ્રો રેલ કાર્ડ વગેરેનો ઉપયોગ કરો છો. આ બધા પીપીઆઈ વોલેટસ છે. બેંક ખાતામાંથી રોકડ અથવા ટ્રાન્સફર દ્રારા તેમાં જમા કરાયેલા નાણાંનો ઉપયોગ ફકત ચુકવણી માટે જ થઈ શકે છે. પરંતુ રિઝર્વ બેંકના નવા ઓર્ડર પછી અથવા તેમનું કેવાયસી કરાવ્યા પછી, ગુગલ પે, ફોન પે વગેરે પર આ એપ્સ દ્રારા પણ પૈસા ટ્રાન્સફર કરી શકાય છે.રિઝર્વ બેંક તરફથી મળેલા આ ગ્રીન સિલનો હેતુ ડિજિટલ પેમેન્ટની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. આ સાથે, પીપીઆઈ વોલેટ પર યુપીઆઈ દ્રારા ચુકવણી સ્વીકારી શકાય છે અને યુપીઆઈ પ્લેટફોર્મ પર નાણાં પણ મોકલી શકાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application