અર્થતંત્રમાં દિવાળી: UPI, GST, કાર વેચાણમાં ઉછાળો

  • October 02, 2023 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દિવાળીની ફેસ્ટિવલ સીઝન પહેલા, ડોમેસ્ટિક પેસેન્જર વ્હીકલ, જીએસટી કલેકશન અને યુપીઆઈ દ્રારા થતાં પેમેન્ટના આકડાઓએ અર્થતંત્રમાં ઝગમગતી તેજીના સંકેતો આપ્યા છે. સપ્ટેમ્બરમાં કાર અને એસયુવી માસિક જથ્થાબધં વેચાણનો આંકડો ૩૬૩,૭૩૩ યુનિટનો રેકોર્ડ નોંધાવી ગયો હતો, જીએસટી કલેકશન . ૧.૬૨ ટિ્રલિયન રહ્યું હતું અને યુપીઆઈ દ્રારા પેમેન્ટમાં વાર્ષિક ૫૬%નો વધારો નોંધાયો હતો.

નેશનલ પેમેન્ટસ કોર્પેારેશન ઓફ ઈન્ડિયાના નવીનતમ ડેટા મુજબ સપ્ટેમ્બરમાં યુનિફાઈડ પેમેન્ટસ ઈન્ટરફેસ (યુપીઆઈ) પ્લેટફોર્મ પરના વ્યવહારો વાર્ષિક ધોરણે ૫૬% વધીને ૧૦.૬ અબજ થઈ ગયા છે. સતત બીજા મહિને ૧૦ અબજના આંકને વટાવી જવા છતાં, ઓગસ્ટની સરખામણીમાં ટ્રાન્ઝેકશન વોલ્યુમ લેટ રહી છે. આ મોટે ભાગે એ હકીકતને કારણે છે કે સપ્ટેમ્બરમાં ઓગસ્ટ કરતાં એક દિવસ ઓછો હોય છે. ઓગસ્ટમાં ટ્રાન્ઝેકશન વોલ્યુમ લગભગ ૬૧% વાય ઓ વાય વધ્યું હતું. સરેરાશ, દરરોજ ૩૫૮.૧ મિલિયનના યુપીઆઈ વ્યવહારો થાય છે. તે જ સમયે, ટ્રાન્ઝેકશન મૂલ્ય સપ્ટેમ્બરમાં લગભગ ૪૨%વાય ઓવાય વધીને . ૧૫.૮ ટિ્રલિયન થયું હતું, જે ઓગસ્ટના . ૧૫.૭૬ ટિ્રલિયન કરતાં નજીવું ઓછું હતું. માસિક સ્થાનિક પેસેન્જર વેહિકલના જથ્થાબધં વેચાણની સંખ્યામાં ગયા વર્ષની સરખામણીમાં ૨.૩૬ ટકાનો વધારો થયો છે. આ વધારો તહેવારોની સીઝનની શઆત, ચિપની ઉપલબ્ધતામાં સુધારો અને એસયુવી (સ્પોટર્સ યુટિલિટી વ્હિકલ)ની નોંધપાત્ર માંગને આભારી હોઈ શકે છે. આ વર્ષે ઓગસ્ટમાં સ્થાનિક પીવી વેચાણમાં અગાઉની ટોચ ૩૬૦,૮૯૭ યુનિટ હતી.નાણાકીય વર્ષ ૨૪ ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન, એકંદર પેસેન્જર વેહિકલ જથ્થાબધં આંકડો ૨ મિલિયનના આંકને વટાવી ગયો – જે કોઈપણ નાણાકીય વર્ષના એચ વનમાં સહત્પથી વધુ છે. માતિ સુઝુકી ઈન્ડિયાના વરિ એકિઝકયુટિવ ઓફિસર (માર્કેટિંગ અને સેલ્સ) શશાંક શ્રીવાસ્તવે પત્રકારોને પેસેન્જર વેહિકલ વેચાણમાં થયેલા વધારામાં ફેસ્ટિવલની મહત્વની ભૂમિકા વિશે જણાવ્યું હતું.શ્રીવાસ્તવે નોંધ્યું હતું કે સપ્ટેમ્બરમાં વર્ષ–દર–વર્ષની વૃદ્ધિ મુખ્યત્વે નોંધપાત્ર પાયાની અસરને કારણે થોડીક મ્યૂટ દેખાઈ હતી. તેમણે સમજાવ્યું કે સપ્ટેમ્બર ૨૦૨૨ માટેનો આંકડો ૩૫૫,૩૫૩ એકમોનો નોંધપાત્ર રીતે ઐંચો હતો.હાલમાં, રિટેલ ચેનલ, ખાસ કરીને દેશના ઉત્તર, પૂર્વ, પશ્ચિમ અને મધ્ય પ્રદેશોમાં, નવરાત્રી અને દિવાળી દરમિયાન વધેલા વેચાણ માટે સ્ટોક કરી રહી છે.પેસેન્જર વેહિકલ રિટેલર્સ પાસે અત્યારે લગભગ ૩૦ દિવસનો સ્ટોક છે. આ, અલબત્ત, ખૂબ ઐંચું છે. અમે લગભગ પાંચ વર્ષ પહેલાં સ્ટોકના આ સ્તરનું અવલોકન કયુ હતું. પરંતુ તે સમયે વોલ્યુમો ઓછા હતા, શ્રીવાસ્તવે જણાવ્યું હતું. મિલિયન હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application