યુપી: ગોંડામા ડિબ્રુગઢ એક્સપ્રેસને નડ્યો અકસ્માત,14 ડબ્બા પાટા પરથી ઉતારી ગયા.: 4ના મોત

  • July 18, 2024 04:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉત્તર પ્રદેશના ગોંડામા ટ્રેન અકસ્માત સર્જાયો છે. ચંદીગઢથી ડિબ્રુગઢ જઈ રહેલી ડિબ્રુગઢ એક્સપ્રેસના કોચ પાટા પરથી ઉતરી ગયા છે. ડિબ્રુગઢ એક્સપ્રેસના એસી કોચની હાલત ખરાબ છે. ગોંડા નજીક ઝિલાહી રેલવે સ્ટેશન પાસે ડિબ્રુગઢ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ છે. ટ્રેનના 14 ડબ્બા પાટા પરથી ઉતરી જતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. લોકો ભયથી બૂમો પાડવા લાગ્યા. ટ્રેન ઉભી થતાં જ મુસાફરો બહાર આવી ગયા હતા. આ દુર્ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા. અને  4 લોકોના મોત થયા છે તેમજ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે .રેલવે વિભાગે ઘટનાના કારણની તપાસ શરૂ કરી રેલવે વિભાગને માહિતી આપવામાં આવી છે.


15904- ડિબ્રુગઢ એક્સપ્રેસ ચંદીગઢથી ડિબ્રુગઢ સુધી ચાલે છે. આ ટ્રેન 11:39 કલાકે ચંદીગઢથી નીકળી હતી. ગુરુવારે બપોરે, જ્યારે ટ્રેન ગોંડા અને બસ્તીની વચ્ચે ઝિલાહી સ્ટેશન પર પહોંચી ત્યારે અચાનક જોરદાર અવાજે આવ્યો મુસાફરોને પરેશાન થય ગયા અચાનક ટ્રેન ધ્રૂજવા લાગી. આ પછી ટ્રેન પાટા પરથી ઉતરવા લાગી.


ટ્રેન પાટા પરથી ઉતરી જતાં મુસાફરોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઝિલાહી સ્ટેશન પાસે અકસ્માત અંગે રેલવે વિભાગને જાણ કરવામાં આવી હતી. પાટા પરથી ઉતર્યા બાદ ટ્રેન પલટી ગઈ હતી. આ દરમિયાન એસી બોગી સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. ઘટનાની જાણ તરત જ રેલવે પ્રશાસનને કરવામાં આવી હતી. આ પછી રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.



સીએમ યોગીએ આ ઘટનાની નોંધ લીધી હતી


યુપીના સીએમ યોગી આદિત્યનાથે ગોંડાના ઝિલાહી જંક્શન પાસે ટ્રેન સાથે અકસ્માતની નોંધ લીધી છે. તેમણે અધિકારીઓને ઘટના સ્થળની તપાસ કરવા સૂચના આપી છે. મુસાફરોને તાત્કાલિક સુવિધા આપવાનું કહેવામાં આવ્યું છે. સીએમની સૂચના બાદ સ્થાનિક અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News