નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ 18 જૂન 2024 ના રોજ દેશના વિવિધ શહેરોમાં બે શિફ્ટમાં OMR (પેન અને પેપર) મોડમાં UGC-NET જૂન 2024ની પરીક્ષાનું આયોજન કર્યું હતું.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ બુધવારે (19 જૂન) UGC-NET પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી. એજન્સીને પ્રથમદર્શી સંકેતો મળ્યા છે કે પરીક્ષાની અખંડિતતા સાથે ચેડા કરવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "પરીક્ષા પ્રક્રિયાની સર્વોચ્ચ સ્તરની પારદર્શિતા અને પવિત્રતા સુનિશ્ચિત કરવા માટે ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે UGC-NET જૂન 2024ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે."
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, "નવી પરીક્ષા હાથ ધરવામાં આવશે, જેના માટે અલગથી માહિતી શેર કરવામાં આવશે. સાથે જ આ કેસને સંપૂર્ણ તપાસ માટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવામાં આવી રહ્યો છે."
NET પરીક્ષાઓ કેમ રદ કરવામાં આવી?
શિક્ષણ મંત્રાલયે કહ્યું કે 19 જૂન 2024 ના રોજ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) ને પરીક્ષા અંગે ગૃહ મંત્રાલય હેઠળના ભારતીય સાયબર કોઓર્ડિનેશન સેન્ટર તરફથી કેટલીક માહિતી અથવા ઇનપુટ્સ પ્રાપ્ત થયા છે. આ ઇનપુટ્સ પ્રથમ દ્રષ્ટિએ દર્શાવે છે કે પરીક્ષામાં ગેરરીતિના સંકેતો છે. અત્રે નોંધનીય છે કે નેટની પરીક્ષાને લઈને ગઈકાલથી વિદ્યાર્થીઓ દ્વારા આવા આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા. જોકે પેપર લીકનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેથી શિક્ષણ મંત્રાલયે નિર્ણય લીધો છે કે UGC-NET જૂન 2024ની પરીક્ષા રદ કરવી જોઈએ. હવે પરીક્ષા નવેસરથી લેવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech