અમરેલી જિલ્લામાં અપમૃત્યુમાં બે યુવક, બે આધેડના મોત

  • November 09, 2024 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમરેલી જિલ્લામાં અપમૃત્યુના ચાર બનાવ નોંધાયા છે, જેમાં તકવા મસ્જીદ પાસે રહેતા યુવકે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નીપયું છે. તેમજ બાબરામાં ૪૭ વર્ષીય આધેડએ અનાજના ટીકડા પીધા હતા. લાઠીના શેખ પીપરીયામાં રહેતા આધેડને પાકમાં છાંટવાની ઝેરી દવાની અસર થઇ જતા અને ધારીના ભાડેર ગામે ૩૭ વર્ષીય યુવકે ઝેરી ટીકડા પી મોત મીઠું કરી લીધું હતું.
પ્રા વિગત મુજબ અમરેલીમાં તકવા મસ્જીદ પાસે જુના સાવરકુંડલા બાયપાસ રોડ પર રહેતા અરશદ હાજીશાહ શાહમદાર (ઉ.વ.૨૨) નામના યુવકે દિવાળીના દિવસે તા.૩૧ના ઘરે હતો ત્યારે ઝેરી દવા પી લેતા પ્રથમ અમરેલી અને વધુ સારવાર માટે ગોંડલ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનું ગત રોજ સારવાર દરમિયાન મોત નિપજતા બનાવની જાણ અમરેલી પોલીસને કરવામાં આવતા પોલીસ સફે જરી કાર્યવાહી કરી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. યુવકના મોતથી પરિવારમાં માતમ છવાયો છે.
બીજા બનાવમાં બાબરામાં રહેતા અરવિંદભાઇ રામજીભાઇ મેવાડા (ઉ.વ.૪૭) નામના આધેડએ ગત સાંજે ઘરે હતા ત્યારે અનાજમાં નાખવાના ટીકડા પી જતા સારવાર માટે પ્રથમ બાબરા બાદ વધુ સારવાર માટે ગોંડલ સુખવાલાની હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવતા ચાલુ સારવારે દમ તોડી દીધો હતો.
આપઘાત કરનાર અરવિંદભાઇને નશો કરવાની ટેવ હોય જે ટેવ એકાદ મહિનાથી મુકી દીધો હતો અને સુનમુન બેસી રહેતા હતા જેનું મનમાં લાગી આવતા પગલું ભરી લીધું હતું. બનાવ અંગે ગોંડલ પોલીસે બાબરા પોલીસને જાણ કરતા જરી કાગળો કર્યા હતા.
ત્રીજા બનાવમાં મૂળ એમપીના અને હાલ લાઠીના શેખ પીપરીયા ગામે જયસુખભાઇ વેલશીભાઇ સતાણીની વાડીએ ખેત મજૂરી કામ કરતા રાજુભાઇ રામસિંગભાઇ ભરડીયા (ઉ.વ.૪૯) નામના આધેડ ગઈકાલે વાડીએ પાકની દવા છાંટતા હતા ત્યારે તેની અસર થઇ જતા ઉલ્ટી ઉબકા કરવા લાગ્યા હતા આથી તાકીદે સારવાર માટે લાઠી સરકારી હોસ્પિટલએ ખસેડવામાં આવતા સારવાર કારગત નીવડે પહેલા જ મોત નીપયું હતું. બનાવ અંગે લાઠી પોલીસે જરી કાર્યવાહી કરી હતી.
ચોથા બનાવમાં ધારીના ભાડેર ગામે રહેતા અશોકભાઇ નાજાભાઇ સાગઠીયા (ઉ.વ.૩૭)ના યુવક તા.૦૬ના ઘરે હતા ત્યારે ઘઉંમાં નાખવાનો ઝેરી પાવડર પી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા યાં ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ ધારી પોલીસને કરવામાં આવતા પોલીસે હોસ્પીટલ પહોંચી જરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકને બે મહિનાથી કોઈ કામ ધંધો મળતો ન હોઈ બેકારીથી કંટાળી પગલું ભરી લીધું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News