મળેલ બાતમીના આધારે ગીર સોમનાથ એલસીબી પોલીસે તાલાલાના રમળેચી રોડ ઉપર આંગડિયા પેઢીની રેકી કરી રહેલા માળીયા હાટીનાના બે શિક્ષિત યુવાનોને ચોરાઉ સ્કૂટર અને તમંચા સાથે ઝડપી લઇ હાથ ધરેલી પૂછપરછમાં યુ–ટુબ ચેનલ શ કરવા નાણાની જર હોવાને કારણે લૂંટના પ્લાનમાં આંટા મારતા હોવાની કબુલાત આપતા પોલીસ પણ ચોકી ઉઠી હતી.
આ અંગેની હકીકત મુજબ ગીર સોમનાથ એલસીબી પીએસઆઇ આકાશસિંહ સિંધવ અને એસઆઇ નરેન્દ્ર કછોટ વગેરે સ્ટાફે મળેલ બાતમીના આધારે તાલાલાના રમળેચી રોડ ઉપર કુરેશી બાગ સર્કલ પાસેથી સ્કૂટરસવાર બે યુવાનોને તમંચા સાથે શંકાસ્પદ હિલચાલ કરતા ઝડપી લઇ પૂછપરછમાંજૂનાગઢના માળિયા હાટીનાના અમદાવાદ ખાતે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા રાજેશ દેવાણંદભાઈ સોલંકી (ઉ.વ. ૨૭) અને કુલદીપગીરી હરસુખગીરી અપારનાથી (ઉ.વ. ૨૫) હોવાનું અને બંને આરોપી પાસેથી પકડાયેલ તમંચો અને મુદામાલનું સ્કુટર અમદાવાદ ખાતેથી ચોરી કરી બંનેને પૈસાની જરત હોય જેથી કોઇ આંગડીયા પેઢીમાં કે અન્ય કોઇ નાણાકીય પેઢીમાં રેકી કરી લુંટ કરવાના ઇરાદા સાથે દેશી તમંચા હથીયાર સાથે ફરતા હોવાની કબુલાત આપી હતી.
જેમાં પોલીસે દેશી તમંચો, સ્કૂટર, મોબાઈલ ફોન વગેરે પિયા ૭૨ હજારનો મુદ્દામાલ કબજે કરે ચલાવેલી વિશેષ પૂછપરછમાં બંનેએ યુ–ટુબ ચેનલ ચાલુ કરવા માટે પૈસાની જરત પડતા લૂંટ ચલાવવાનો પ્લાન કર્યેા હતો. તેમાં અમદાવાદ ખાતેથી સ્કુટર ચોરી લાવીને લૂંટના મેળમાં આંગડિયા પેઢીની રેકી કરી રહ્યા હતા. બંનેને એલસીબી દ્રારા તાલાલા પોલીસને રોકી દેવામાં આવ્યા હતા. તાલાલા પી.આઈ. જે એન ગઢવીએ તમંચો કયાંથી આવ્યો સહિતની વિગતો મેળવવો વધુ તપાસ હાથ ધરી હતી.
આ કામગીરીમાં ગીર સોમનાથ એલ.સી.બી ના ઇ.ચા.પો. ઇન્સ. એ.બી. જાડેજા, પો.સબ.ઇન્સ. એ.સી.સિંધવ એ.એસ.આઇ નરેન્દ્રભાઈ કછોટ. ડ્રા. પો.હેડ. કોન્સ. રાજુ પરમાર વગેરે જોડાયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિરાણી ચોક પાસે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડીવાઈડર પર ચડી, જુઓ Video...
May 08, 2025 10:48 AMપાકિસ્તાનના સુરક્ષા સલાહકારે ડોભાલને ફોન કર્યો હોવાનો તુર્કી મીડિયાનો દાવો
May 08, 2025 10:45 AMદેશમાં પુખ્ત થતા પહેલા જ 30 ટકા છોકરીઓ, ૧૩ ટકા છોકરાઓ બને છે જાતીય શોષણનો શિકાર
May 08, 2025 10:43 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech