રાજકોટ શહેરમાં એક રાતમાં બે યુવકની હત્યા

  • June 20, 2024 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રાત્રિના સાથે બેઠેલા મિત્રો વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થયા બાદ અર્જુન પ્રફુલભાઈ વ્યાસ (ઉ.વ 20) નામના યુવાનને તેના જ મિત્ર કૃણાલ ચગ અને મયલો ઉર્ફે ટકો બંને મળી મારમારી યુવાને છરીનો જીવલેણ ઘા ઝીંકી દેતા તેનું મોત થયું હતું. હત્યાના આ બનાવને લઇ ગાંધીગ્રામ પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. રાત્રિના મિત્ર સાથે બેઠા હતા ત્યારે તું હર્ષને ખોટા રવાડે કેમ ચડાવે છે? કહી શરૂ થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચ્યો હતો. બનાવને લઇ વિપ્ર પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.હત્યાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગાંધીગ્રામ શેરી નંબર 8 શાંતિકુંજ મકાનમાં રહેતો અર્જુન પ્રફુલભાઈ વ્યાસ (ઉ.વ 20) નામનો યુવાન ગઈકાલ રાત્રિના અહીં ગાંધીગ્રામ શેરી નંબર છ ના ખૂણા પાસે કર્ણેશ્વર કોમ્પલેક્ષ પાસે બાપાસીતારામના ઓટા પાસે તેના મિત્રો સાથે બેઠો હતો. ત્યારે તેના મિત્ર કૃણાલ કિર્તીભાઈ ચગ(રહે. ગાંધીગ્રામ) તથા મયલો ટકા (રહે. સાધુવાસવાણી રોડ) સાથે ઝઘડો થતાં આ બંને શખ્સોએ તેને ઢીકાપાટુનો માર મારી બાદમાં કૃણાલે ઉશ્કેરાઇ જઇ યુવાનને પેટના ભાગે છરીનો ઊંડો ઘા ઝીંકી દેતા તેના આંતરડા બહાર આવી ગયા હતા. ત્યારબાદ ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ અહીં સારવાર કારગત નિવડે તે પૂર્વે યુવાનનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. ઘટનાની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે પહોંચી ગયો હતો.

વિશેષમાં જાણવા મળતી વિગતો, હત્યાનો ભોગ બનનાર અર્જુન બે ભાઈ એક બહેનના પરિવારમાં વચેટ હતો.તેનાથી મોટો ભાઈ કરણ (23) છે જે ડ્રાઇવીંકામ કરે છે. નાની બહેન ફાલ્ગુની જે હાલ મોરબી સાસરે છે. અર્જુનના પિતા પ્રફુલભાઈ નર્મદાશંકરભાઈ વ્યાસ (ઉ.વ 58 ) રામેશ્વર હોલ પાસે શિવમ પાન નામની દુકાન ધરાવે છે અને સાથોસાથ ઇકો ગાડી ભાડે આપી છે. અર્જુન છૂટક મજૂરી કામ કરતો હતો.

ગઈકાલ રાત્રિના એકાદ વાગ્યા આસપાસ પ્રફુલભાઈ અને તેમના પત્ની ધર્મિષ્ઠાબેન ઘરે હતા ત્યારે અર્જુનના મિત્ર દિવ્યેશ ઘરે આવ્યો હતો અને કહ્યું હતું કે અર્જુનને કરણેશ્વર કોમ્પલેક્ષ પાસે છરી મારી દીધી છે જેથી તેઓ તુરંત અહીં ગયા હતા અને અર્જુન પાસે ઇજાગ્રસ્ત હાલતમાં પડ્યો હતો તેના પેટના ભાગે છરી વાગી હોય જેથી તેને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ તેનો જીવ બચી શક્યો ન હતો. બાદમાં અર્જુનના મિત્ર દિવ્યેશ અને કશ્યપ્ને આ બાબતે પૂછતા તેણે કહ્યું હતું કે, રાતના બાર વાગ્યા આસપાસ હું તથા કશ્યપ બંને ગાંધીગ્રામ શેરી નંબર છ ના ખૂણે અહીં કર્ણેશ્વર કોમ્પલેક્ષ પાસે આવ્યા હતા ત્યારે કૃણાલ કીર્તિ ચગ અને મયલો ટકો તથા અર્જુન સાથે બેઠા હતા. આ સમયે કૃણાલ અર્જુનને કહેતો હતો કે તું મારા મિત્ર હર્ષ જાદવને ખોટા રવાડે કેમ ચડાવે છે? તેમ કહી અર્જુન સાથે ગાળાગાળી કરી અર્જુને ઝાપટ મારી હતી અને ઝઘડો કરતા હતા તેથી અમે તેમને ઝઘડો ન કરવા સમજાવ્યા હતા. કૃણાલ અને અર્જુન બંને મિત્રો હોય અને કાયમ સાથે રહેતા હોય તેથી અમે વાતને ગંભીરતાથી લીધી ન હતી અને હું તથા કશ્યપ બને નાસ્તો કરવા જતા રહ્યા હતા બાદમાં રાત્રિના એક વાગ્યે અહીં પરત આવતા આ ત્રણે અહીં હાજર હોય અને ઝઘડો કરતા હતા અર્જુન રડતો હતો અને આજીજી કરતો હતો જેથી મેં કૃણાલનું બાવડું પકડી સમજાવેલ કે અર્જુનને જવા દે દરમિયાન તેણે ખિસ્સામાંથી છરી કાઢી મારવા જતા મને લાગી ગઈ હતી જેથી હું ખસી ગયો હતો બાદમાં તેણે અર્જુનને પેટના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો અને કૃણાલે કહ્યું હતું કે જો તું આને દવાખાને લઈ ગયો હતો આપ્ને સંબંધ બગડી જશે.
મૃતક યુવાનના પિતા પ્રફુલભાઈ નર્મદાશંકર વ્યાસની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે આરોપી કૃણાલ કીર્તિ ચગ અને મયલો ટકો સામે આઇપીસીની કલમ 302, 323, 504, 506(2), 114, 135( 1) મુજબ ગુનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


જો આને દવાખાને લઈ ગયા તો સંબંધ બગડી જશે

કૃણાલે અર્જુનને પેટનાભાગે છરીનો ઊંડો કી દીધા બાદ દર્દથી કણસતા અર્જુનને તેનો મિત્ર દિવ્યેશ અને કશ્યપ દવાખાને લઈ જવા માંગતા હતા. પરંતુ આ સમયે આરોપી કૃણાલે દિવ્યેશને ધમકી આપી હતી કે, જો તું અને દવાખાને લઈ ગયો હતો આપણો સંબંધ બગડી જશે.


બચાવવા વચ્ચે પડતા મિત્રને પણ છરી વાગી

રાત્રિના ગાંધીગ્રામ શેરી નંબર 6 કરણેશ્વર કોમ્પ્લેક્સ પાસે અર્જુન વ્યાસ નામના વિપ્ર યુવાનને તેના મિત્ર કૃણાલ ચોક સાથે ઝઘડો થતાં કૃણાલ અને મહિલા તેને માર મારી રહ્યા હતા. દરમિયાન તેનો અન્ય મિત્રો અહીં આવતા તેણે અર્જુનને છોડી દેવા માટે કહ્યું હતું. પરંતુ કૃણાલ છરી કાઢી મારવા જતા દિવ્યેશને છરી વાગી જતા સામાન્ય ઇજા પહોંચી હતી જેથી તે ખસી જતા બાદમાં તેણે અર્જુનને છરીનો ઘા ઝીંકી દીધો હતો.


કોઠારિયા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં યુવકની હત્યા કરી સળગાવાયેલી લાશ મળી

હત્યાની પોલીસના સુત્રોમાંથી પ્રાપ્ત થયેલી પ્રાથમીક વિગતો મુજબ કોઠારીયા રોડ પાસે સ્વાતી પાર્ક સોસાયટી નજીક ખુલ્લ ી જગ્યામાં ગત મોડી સાંજે યુવકની સળગાવેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસ કંટ્રોલ રૂમને લાશ બાબતે જાણ થતાં તાત્કાલીક બનાવ સ્થળે આજી ડેમ પોલીસને દોડાવાઈ હતી. આશરે ૩૫ થી ૪૦ વર્ષના યુવકના મોઢાના ભાગે સિંદરી કે દોરી તેમજ બન્ને હાથ બાંધી દીધેલા હોય અને ત્યાર બાદ યુવકને સળગાવી નાખ્યો હોવાની પોલીસને આશંકા દેખાઈ હતી. લાશની નજીકથી એક પ્લાસ્ટીકની ખાલી બોટલ મળી આવી હતી જેમાં જવલંતશીલ પ્રવાહીની વાશ આવતી હતી. આ યુવકની અન્ય કોઈ સ્થળે હત્યા કરીને લાશ સળગાવી દીધી હોવાનું પણ પોલીસનું અનુમાન છે. અજાણ્યા મૃતક યુવકે કાળા રંગનું શર્ટ અને ભુખરા કલરનું જીન્સ પહેરેલું હતું. ઉપરથી કમર સુધીના ભાગની લાશ સળગેલી હતી. જયારે પગનો ભાગ અર્ધ બળેલો હતો.અજાણ્યા યુવકની હત્યાના સમાચારના પગલે ક્રાઈમ બ્રાંચ, એસઓજી, એલસીબીની ટીમ પણ દોડી ગઈ હતી.
ડીસીપી સહિતના અધિકારીઓ પણ પહોંચ્યા હતા. નજીકના વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા.જાણવા મળ્યા મુજબ ક્રાઈમ બ્રાંચની ટીમે રાત્રીના જ યુવકની હત્યાના શકમદં આરોપીઓને ઉઠાવી લીધા હતા





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application