ત્રિશુલ ચોક પાસે કારખાનેદાર સહિત બે યુવાન પર છરીથી હીંચકારો હુમલો

  • August 12, 2024 02:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં નજીવી બાબતે છરી વડે હત્પમલો કરવાની ઘટનાઓ હવે સામાન્ય બની રહી છે. ત્યારે વધુ એક આવી ઘટના સામે આવી છે. શહેરના અટીકા મેઇન રોડ પર ત્રિશુલ ચોક પાસે રાત્રિના કારખાનેદાર અને તેના મિત્ર પર એક શખસે છરી વડે હત્પમલો કરી દીધો હતો. જેમાં બંનેને ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. યુવાનના મિત્રએ અગાઉ આરોપી સામે પોલીસમાં અરજી કરી હોય જેનો ખાર રાખી આ હત્પમલો કરવામાં આવ્યો હતો.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, નંદાહોલ પાછળ ભારતીનગર શેરી નંબર–૧૫ ના ખૂણે રહેતા ચેતનભાઇ કાંતિભાઈ રાઠોડ (ઉ.વ ૩૯) નામના કારખાનેદારે ભકિતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રવિ ઉર્ફે ભગત ચાવડીયાનું નામ આપ્યું છે. યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેને અટીકા મેઇન રોડ પર ત્રિશુલ ચોકની બાજુમાં મેજર ડાય પ્રોસેસ નામનું કારખાનું આવેલું છે.
ગઈકાલ રાત્રિના ૯:૩૦ વાગ્યા આસપાસ તે પોતાના કારખાનાની બાજુમાં આવેલી ડીલક્ષ પાનની દુકાને ફાકી લેવા માટે ગયો હતો ત્યારે અહીં નજીકમાં જ રહેતો રવિ ઉર્ફે ભગત ચાવડીયા ઉભો હતો. રવિ સામે અગાઉ ફરિયાદીના મિત્ર દિવ્યેશ સીતાપરાએ પોલીસમાં અરજી કરી હોય જે બાબતનો ખાર રાખી તેણે બોલાચાલી કરતા કારખાનેદારે કહ્યું હતું કે,જૂનું ભૂલી જા દરમિયાન યુવાનનો મિત્ર જગદીશ દેવાયત કુંગશિયા બાઇક લઇ તેને તેડવા આવતા રવિએ તેની સાથે પણ ઝઘડો કર્યેા હતો અને કહ્યું હતું કે,થોડીવાર ઊભા રહો હત્પં છરી લઈને આવું છું.
બાદમાં યુવાન અને તેના મિત્રો સાથે ઉભો હતો. દરમિયાન રવિ ડબલ સવારી બાઈકમાં અહીં આવ્યો હતો અને તેણે છરી કાઢી જગદીશને પેટના ભાગે છરી ઝીંકી દીધી હતી જેથી તેને બચાવવા ચેતન વચ્ચે પડતા રવિએ તેને પડખાના ભાગે છરી મારી દીધી હતી. દરમિયાન યુવાનના મિત્રોએ વચ્ચે પડી તેમને વધુ મારામાંથી બચાવ્યો હતો. આ સમયે રવિ અહીંથી બાઈકમાં નાસી ગયો હતો. ત્યારબાદ બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં તેણે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા શોધખોળ શ કરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application