લિફ્ટ માં ફસાયેલી બંને મહિલાઓને ખાનગી હોસ્પિટલના સ્ટાફ દ્વારા અંદર ઓક્સિજનની નળી મોકલાવી સહાય કરાઈ
જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં આવેલા એક ખાનગી હોસ્પિટલ ની લીફ્ટ માં પાંચમા માળે બે મહિલાઓ ફસાઈ હતી, જેની જાણ થવાથી ફાયર બ્રિગેડની ટુકડી દોડી ગઈ હતી, અને બન્ને મહિલાઓને સહી સલામત રીતે ઉપરથી ખેંચીને બહાર કાઢી લીધી હતી. લિફ્ટમાં ફસાયેલી મહિલાઓને ગૂંગળામણ ન થાય, તે માટે હોસ્પિટલના સ્ટાફ દ્વારા ઓક્સિજન ની નળી પહોંચાડીને મદદ કરાઈ હતી.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સાધના કોલોની રોડ પર જી-૫ શોરૂમની ઉપર આવેલી અંકુશ કેન્સર હોસ્પિટલની લિફ્ટ માં ગઈકાલે રાતે નવેક વાગ્યે એક દર્દીની ખબર કાઢવા માટે ગયેલી બે મહિલાઓ રૂકસાના બેન શરીફ ભાઈ (ઉંમર વર્ષ ૫૨)તથા સમીનાબેન શેખ (ઉંમર વર્ષ ૫૮) લિફ્ટ માં ઉપર જઈ રહ્યા હતા, જે દરમિયાન પાંચમા માળે એકાએક લિફ્ટ અધ વચ્ચે રોકાઈ ગઇ હતી, અને તેનો દરવાજો નહીં ખૂંલતાં લિફ્ટ લોક થઈ ગઈ હતી. જેથી બંને મહિલાઓએ દેકારો કરી દીધો હતો.
આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાના સ્ટેશન ઓફિસર ઉમેશ ગામેતી તેમજ સ્ટાફના ભરત ગોહેલ, હરદીપસિંહ જાડેજા, અજય પાંડીયન અને ભારત જેઠવા વગેરે બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને દસેક મિનિટ ની જહેમત બાદ લિફ્ટ ના ઉપરના ભાગે લોક ખોલી પતરું ખેસવી એક પછી એક બન્ને મહિલાઓને ઉપરથી બહાર ખેંચી લેતાં સર્વેએ આશકારો અનુભવ્યો હતો.
આ સમયગાળા દરમિયાન ખાનગી હોસ્પિટલના સ્ટાફ દ્વારા ઓક્સિજનનો બાટલો લઈ આવી લિફ્ટની અંદર તેની નળી મારફતે બંને મહિલાઓને ઓક્સિજન પૂરો પાડવાની વ્યવસ્થા કરી આપી હતી, જેથી પણ બંને મહિલાઓને થોડી રાહત જોવા મળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech