પ્રધુમન પાર્ક ઝૂમાં બે સફેદ વાઘ બાળનો જન્મ

  • March 29, 2024 02:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રધુમન પાર્ક ઝૂમાં ઝૂ ખાતે સફેદ વાઘ બાળનો જન્મ થયો છે. સફેદ વાઘ નર દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી ૧૦૫ દિવસના ગર્ભાવસ્થાના અંતે તા.૨૫–૩–૨૦૨૪ના રોજ સાંજના સમયે બે વાઘ બાળ જન્મ થયેલ છે. હાલ માતા ગાયત્રી દ્રારા બચ્ચાંઓની પૂરતી કાળજી રાખવામાં આવી રહી છે તેમજ માતા તથા બચ્ચા બન્ને તંદુરસ્ત છે. ઝૂના વેટરનરી ઓફિસર તથા ટીમ દ્રારા માતા તથા બચ્ચાંઓનું સીસીટીવી દ્રારા રાઉન્ડ ધ કલોક મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. સફેદ વાઘણ ગાયત્રી દ્રારા ૨૦૧૪થી ૨૦૨૪ સુધીના છેલ્લા ૧૦ વર્ષમાં કુલ ૧૨ બચ્ચાંઓને જન્મ આપી સફળતાપુર્વક ઉછેર કરવામાં આવેલ છે. રાજકોટ ઝૂ ખાતે એક દાયકામાં કુલ ૧૫ સફેદ વાઘ બાળનો જન્મ થયેલ છે તેમ પ્રધુમન પાર્ક ઝૂના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.આર.કે.હિરપરાએ જણાવ્યું હતું.


વિશેષમાં તેમણે ઉમેયુ હતું કે રાજકોટ પ્રાણીઉધાન ખાતેનું કુદરતી જંગલ સ્વપેનું નૈસર્ગીક વાતાવરણ સફેદ વાઘ તથા એશીયાઇ સિંહોને અનુકુળ આવી જતા સમયાંતરે ખુબ જ સફળતાપૂર્વક સંવર્ધન થઇ રહેલ છે. હાલ ઝૂ ખાતે બે સફેદ વાઘબાળનો જન્મ થતા સફેદ વાઘની સંખ્યા ૧૦ થઇ છે. જેમાં નર–૩, માદા–૫ તથા બચ્ચા–૨નો સમાવેશ થાય છે. હાલ ઝૂમાં જુદી જુદી ૬૭ પ્રજાતિઓનાં કુલ–૫૬૪ વન્યપ્રાણી–પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે. રાજકોટ પ્રાણીઉધાનનો આધુનીક ઢબે વિકાસ કરાતા મુલાકાતીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયેલ છે. મહાનગરપાલિકા દ્રારા સંચાલિત રાજકોટ પ્રાણીઉધાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્ર્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત ૭.૫૦ લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્રારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી–પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે.


રાજકોટ ઝૂએ મહારાષ્ટ્ર્ર, પંજાબ, ગુજરાતના અન્ય ઝૂને સાત સફેદ વાઘ– વાઘણ આપ્યા
વર્ષ ૨૦૧૪–૧૫ દરમિયાન વન્યપ્રાણી વિનિમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્રારા મૈત્રી બાગ ઝૂ, ભીલાઈ (છતીસગઢ)ને સિંહ જોડી ૦૧ આપવામાં આવેલ. જેનાં બદલામાં મૈત્રી બાગ ઝૂ, ભીલાઈ દ્રારા રાજકોટ ઝૂને સફેદ વાધ નર દિવાકર, સફેદ વાધણ યશોધરા તથા સફેદ વાધણ ગાયત્રી આ૫વામાં આવી હતી. યારે રાજકોટ ઝૂ દ્રારા અન્ય ઝૂને આપેલ સફેદ વાઘની વિગત જોઈએ તો (૧) કાંકરીયા ઝૂ, અમદાવાદને સફેદ વાઘ માદા–૧ (૨) છતબીર ઝૂ, પંજાબને સફેદ વાઘ માદા–૧ (૩) રાજીવ ગાંધી ઝૂલોજીકલ પાર્ક, પૂનાને સફેદ વાઘ માદા–૧ (૪) ઇન્દ્રોડા નેચર પાર્ક, ગાંધીનગરને સફેદ વાઘ નર–૧, માદા–૧ (૫) ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ઝૂલોજીકલ ગાર્ડન, સુરતને સફેદ વાઘ નર–૧, માદા–

રાજકોટ ઝૂ ખાતે ૧૫ સફેદ વાઘનો જન્મ
(૧) નર વાઘ દિવાકર તથા માદા વાઘણ યશોધરાના સંવનનથી તા.૬–૫–૨૦૧૫ના રોજ સફેદ વાઘ બાળ ૧ માદાનો જન્મ
(૨) નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા.૧૬–૫–૨૦૧૫ના રોજ સફેદ વાઘ બાળ ૪ માદાનો જન્મ
(૩) નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા.૨–૪–૨૦૧૯ના રોજ સફેદ વાઘ બાળ ૪ (નર–૦૨ માદા–૦૨)નો જન્મ
(૪) નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા.૧૮–૫–૨૦૨૨ના રોજ સફેદ વાઘ બાળ ૦૨ (બે) નરનો જન્મ
(૫) નર વાઘ દિવાકર તથા માદા વાઘણ કાવેરીના સંવનનથી તા.૫–૧૨–૨૦૨૨ના રોજ સફેદ વાઘ બાળ બે નરનો જન્મ
આમ સફેદ વાઘણ ગાયત્રી દ્રારા અત્યાર સુધીમાં કુલ ૧૨ બચ્ચાંઓનો જન્મ આપી સફળતાપુર્વક ઉછેર કરવામાં આવેલ છે. રાજકોટ ઝૂ ખાતે અત્યાર સુધીમાં કુલ ૧૫ (પંદર) સફેદ વાઘ બાળનો જન્મ થયેલ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application