જાંબુડા પાસે આવેલા બે વોટરપાર્ક રીન્યુઅલ પ્રક્રિયા અધૂરી હોવાના કારણે બંધ કરાવાયા

  • May 29, 2024 10:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ગેમઝોન દુર્ઘટના સંદર્ભમાં પગલાં લેવાયા


રાજકોટ ગેમઝોન દુર્ઘટના બાદ રાજ્યભરમાં તમામ ગેમઝોન સહિતની પ્રવૃત્તિ સામે વહીવટી તંત્ર કડક બન્યું છે, અને મનોરંજન મેળા, ગેમ ઝોન વગેરે બંધ કરાવવામાં આવ્યા છે. જેની સાથે સાથે જામનગરની ભાગોળે આવેલા બે વોટર પાર્ક પણ બંધ કરવા માટેનો આદેશ અપાયો છે.


જામનગર નજીક જાંબુડા પાટીયા પાસે વેલકમ વોટરપાર્ક તેમજ હોલીડે વોટર રિસોર્ટ આવેલા છે. તે બંને સ્થળે વહીવટી તંત્ર પાસેથી મંજૂરી મેળવાઈ છે, પરંતુ હાલમાં તેમની રિન્યુઅલ ની પ્રક્રિયા અધુરી હોવાના કારણે પંચકોશી એ. ડિવિઝન પોલીસ દ્વારા ઉપરોક્ત બંને વોટરપાર્કને બંધ કરવાના આદેશો અપાયા છે, અને હાલ બંને વોટરપાર્ક બંધ કરી દેવાયા છે.

જે બંનેની રિન્યુઅલ ની પ્રક્રિયા તેમજ તમામ પ્રકારના લાયસન્સ વગેરે રજૂ કરાયા પછી બંને વોટરપાર્ક ચાલુ થશે, તેમ જાણવા મળી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application