મોરબી નજીક જવલનશીલ પ્રવાહીના જથ્થા સાથે બે ઝબ્બે

  • February 07, 2025 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોરબી ડીવાયએસપી અને એલસીબી ટીમે માળિયાના પીપળીયા ચાર રસ્તા નજીકથી ગેરકાયદેસર રીતે જવલનસીલ પ્રવાહીનો જથ્થો ઝડપી પાડી બે શખ્સોની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી ડીવાયએસપી અને એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન માળિયાના પીપળીયા ચાર રસ્તા નજીક રાધે ક્રિષ્ના હોટલ પાછળ આવેલ ધર્મેશભાઈ ઉર્ફે હકાભાઇ ચાવડા રહે–મોરબી વાળા પોતાના ડેલામાં ગેરકાયદેસર રીતે પોતાના ડેલામાં અનાધિકૃત રીતે ઇન્ડસ્ટ્રીઝયલ ઓઇલના નામે ભળતા ભેળસેળ યુકત જવલનસીલ પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો નાના ટેન્કરમાં લાવીને બહારથી આવતી ટ્રકોમાં ભરી આપતા હોવાની બાતમીના આધારે દરોડા પાડી ત્યાંથી પેટ્રોલીયમ પ્રવાહી લીટર ૨૫૦૦ કીમત .૧,૭૫,૦૦૦, નાનું ટેન્કર જીજે ૧૮  એએકસ ૫૨૦૬ અને ટ્રક જીજે ૨૩ એટી ૫૦૭૪ ઇલેકિટ્રક યુઅલ પપં એમ કુલ કીમત .૭૨,૨૫,૦૦૦ ના મુદામાલ સાથે રાજુસિંહ મુન્નાલાલ ઠાકોર અને વિનોદસિંગ જાનકીપ્રસાદ ઠાકોર બંને ટ્રક ડ્રાઈવરોને ઝડપી પાડી ધર્મેશભાઈ ઉર્ફે હકાભાઇ બાબુભાઈ ચાવડા વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application