જામનગર જિલ્લાના બે શિક્ષકો ઇન્ટીગ્રેટીંગ ક્રાફ્ટ સ્કિલ્સ ઇન સ્કૂલ એજ્યુકેશન કાર્યકમમાં જોડાયા

  • July 30, 2024 06:19 PM 

જામનગર જિલ્લાના બે શિક્ષકો ઇન્ટીગ્રેટીંગ ક્રાફ્ટ સ્કિલ્સ ઇન સ્કૂલ એજ્યુકેશન કાર્યકમમાં જોડાયા


સાંસ્કૃતિક સ્ત્રોત અને તાલીમ કેન્દ્ર નવી દિલ્હી ખાતે રાષ્ટ્ર કક્ષાની તાલીમ  "ઇન્ટીગ્રેટીંગ ક્રાફ્ટ સ્કિલ્સ ઇન સ્કૂલ એજ્યુકેશન" ૧૮ થી ૨૭ જુલાઈ દરમિયાન યોજાયેલ. આ તાલીમમાં ૧૬ રાજ્યોમાંથી કુલ ૯૫ શિક્કો જોડાયા હતા. ગુજરાત રાજ્યમાંથી કુલ આઠ શિક્ષકો જોડાયા, જેમાં જામનગર જિલ્લાના કાલાવડના શિક્ષક રસુલભાઈ એરંડીયા તથા ધ્રોલ તાલુકાના ભુપેન્દ્રભાઈ પરમાર પણ જોડાયા હતા. સાંસ્કૃતિક મંત્રાલય, ભારત દ્વારા યોજાતી આ તાલીમમાં ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલ ક્રાફટ જેમ કે પેપર મેસી, મધુબની, બૂક બાઈન્ડીંગ, પોટરી, બાંધણી અને મેકરેમ જેવી કુલ છ ક્રાફ્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ દરેક ક્રાફ્ટ વ્યવસાયિક પ્રશિક્ષકો દ્વારા તમામ શિક્ષકોને શીખવવામાં આવી. આ ઉપરાંત દરરોજ બે રાજ્યો દ્વારા ભારતીય સંસ્કૃતિમાં પોતાના રાજ્યના યોગદાન વિશે પ્રેઝન્ટેશન કરવામાં આવતું હતું કે જેથી કરીને અલગ અલગ રાજ્યના દરેક શિક્ષકોને અન્ય રાજ્યની સંસ્કૃતિ અને રીત ભાતનો પરિચય મળે. જે પૈકી ગુજરાત રાજ્યના પ્રેઝન્ટેશનના સૂત્રધાર જામનગર જિલ્લાના રસુલભાઈ અને ભુપેન્દ્રભાઈ રહ્યા હતા. સાંસ્કૃતિક મંત્રાલયનો આ તાલીમ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય રોજબરોજના જીવનમાં ઉપયોગી એવી આ તમામ કળા કે જે હવે ખૂબ જ ઓછી પ્રચલિત છે, તેને ફરી પ્રચલિત કરવાનો છે અને આ કાલથી ભારતના અલગ-અલગ રાજ્યના શિક્ષકોને અવગત કરવા તેમજ આ કળા તેમને શીખવવી કે જેથી તેઓ પોતાના વિદ્યાર્થીઓને પણ આ કળાઓ વિશે પરિચિત કરી શકે, તે છે. આ ઉપરાંત તાલીમ દરમિયાન વ્યવસાયિક સંગીત ગુરુ દ્વારા અલગ-અલગ રાજ્યોની ભાષામાં ત્યાંના પ્રચલિત દેશભક્તિ ગીતોના ગાયનની તાલીમ પણ શિક્ષકોને આપવામાં આવી.

આ ઉપરાંત એક્સપોઝર વિઝીટ દરમિયાન દિલ્હીના કુતુબમિનાર અને નેશનલ ક્રાફ્ટ મ્યુઝિયમની પણ શિક્ષકોને મુલાકાત કરાવવામાં આવી. તાલીમના અંતે પ્રમાણપત્ર તથા શાળાને ઉપયોગી પુસ્તકો અને અલગ-અલગ રાજ્યોના દેશભક્તિ ગીતોની સીડી આપીને શિક્ષકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News