રાજયમાં કાયદો વ્યવસ્થાના માથાભારે અને લીસ્ટેટેડ ગુનેગારો તો લીરેલીરા ઉડાવી રહ્યા છે પરંતુ આમ શખ્સોને પણ ખાખીનો ભય રહ્યો ન હોવાનો વરવો પુરાવો અમરેલી તાલુકા પોલીસ મથકની સામે જોવા મળ્યો હતો. પોલીસ સ્ટેશનની સામે જ કાર સરખી ચલાવવા બાબતે છાત્રએ કહેતા કાર ચાલક સહિતના આઠેક શખ્સોએ વિધાર્થી અને તેના મિત્રને આડેધડ ઢીકાપાટુને બેલ્ટથી મારમાર્યેા હતો, બંને વધુ મારથી બચવા માટે ભાગતા ટોળકીએ પાછળ દોટ મૂકી હતી. વિધાર્થી યુવકને ઇજા થતા અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અને ફરિયાદ પરથી સીટી પોલીસે સ્વિટ કારના ચાલક સહીત અજાણ્યા આઠ થી નવ સામે ગુનો નોંધ્યો છે.
મૂળ કોડીનારનો અને અમરેલીના ઈશ્વરીય રોડ પર સહજ સિટીમાં મિત્ર સાથે ભાડાના લેટમાં રહી હોમિયોપેથીનો અભ્યાસ કરતો જગત નંદલાલભાઈ જેઠવા (ઉ.વ.૨૪)નો છાત્ર ગઈકાલે બપોરે મિત્ર દિનેશ આહીર સાથે જમવા માટે ગયો હતો ત્યાંથી પોતે પોતાની સ્વીટ કાર જીજે ૧૧ એએસ ૯૨૭૦ લઈને લેટએ જઈ રહ્યો હતો ત્યારે તાલુકા પોલીસ સ્ટેશન નજીક પહોંચતા જીજે ૧૪ બીડી ૩૫૦૪ નંબરની સ્વિટ કારના ચાલકે રોડ ક્રોસ કરતા મેં કાર ઉભી રાખી દીધી હતી, સામેના સ્વિટના ચાલકે પણ કાર ઉભી રાખી કાચ ખોલતા મેં તેને જોઈને ગાડી હલાવવાનું કહેતા ઉશ્કેરાઈ બાંધવું હોઈ તો સાઈડમાં આવી જા કહી મારી કાર પણ સાઈડમાં લેવડાવી હતી. એટલા માં પાછળ સ્કૂટર લઈને મિત્ર દિનેશ પણ આવી ગયો હતો. સ્વીટ કારના ચાલકે ગાળાગાળી કરી મને ફડાકા મારી લીધા હતા. મિત્ર દિનેશ છોડાવવા વચ્ચે પડતા તેને પણ ઢીકાપાટુ અને કમર બેલ્ટથી મારમાર્યેા હતો. શખ્સે ફોન કરી કોઈને બોલાવતા આઠ થી નવ શખ્સો આવી ગયા હતા. રાડા રાડી કરતા માણસો ભેગા થઇ ગયા હતા અને અમે વધુ મારથી બચવા ભાગવા જતા બધા અમારી પાછળ દોડા હતા. સામેથી કોઈ પોલીસ કર્મી આવતા જોઈ આ લોકો પાછા વડી ગયા હતા. બાદમાં અમે અમારા વાહન લઈ સિવિલમાં સારવાર લીધી હતી. બનાવ અંગે પોલીસે જીજે ૧૪ બીડી ૩૫૦૪ના કાર ચાલક સહીત નવ સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
પોલીસ સ્ટેશન નજીક જ ટોળકી બનાવી હત્પમલો કરવાનો બનાવ લુખ્ખાઓની હિંમત અને પોલીસની ખોફ ઓસર્યેા હોવાનું સ્પષ્ટ્ર સાબિત થઇ રહ્યું છે. ત્યારે જાહેરમાં હત્પલ્લડ કરનારને પોલીસ કાયદાના પાઠ ભણાવવા વરઘોડો અને દંડો છૂટથી ચલાવશે કે કેમ એ જોવું રહ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech