માછીમારીની જાળમાં ફસાયેલા બે સાપને જીવદયાપ્રેમી યુવાનોએ કરાવ્યા મુક્ત

  • August 22, 2024 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના કર્લી જળાશયમાં ઝાડમાં ફસાયેલા બે સાપને જીવદયા પ્રેમી યુવાનોએ ઈજા થાય નહી તે રીતે મુક્ત કરાવ્યા હતા.
પોરબંદરમાં આવેલ કર્લી જળાશયમાં એક સાથે બે બિનઝેરી  ચેકર્ડ કિલબેક પ્રજાતિના સાપ જાળમાં ફસાયા હતા,ત્યારે ૧૦૮ એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા રાણાભાઈની નજર  આ સાપો ઉપર પડતા તેમનામાં  રહેલી જીવદયા બતાવી અન્ય લોકોને જાણ કરી હતી.ત્યારબાદ ધ ગ્રીન વાઇલ્ડ લાઇફ ક્ધઝર્વેશન સોસાયટીના સભ્ય નાગાજણ મોઢવાડિયા. રિવરફ્રન્ટ સ્ટાફના ભરતસિંહ જેઠવા, ૧૦૮ વાનના ડો. મનુ સોસા તથા યક્ષય ચુડાસમા અને ૧૦૮ ઈમરજન્સી ના જિલ્લા અઘિકારી જયેશગીરી વગેરેએ સાથે મળીને બન્ને સાપોને કોઈપણ જાતની ઇજા વગર જાળમાંથી છોડાવીને ફરી તેના કુદરતી વાતાવરણમાં જ મુકત કરી તેમને નવું જીવન  આપ્યું હતુ, રિવરફ્રન્ટનો સ્ટાફ તથા પોરબંદર ૧૦૮ ની આ ટીમ આવી રીતે અવાર-નવાર કર્લી જળાશયમાં જાળમાં ફસાયેલ સરીસૃપ જીવો તથા પશુ-પક્ષીના જીવ બચાવવામાં  મદદગાર બને છે,ત્યારે આ યુવાનોની કામગીરીને બિરદાવવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News