પોરબંદરના કુતિયાણામાં જંગલી પ્રાણીઓ પાકને નુકસાન પહોંચાડે નહી તે માટે રાખવામાં આવેલ ઝટકા મશીનની ચોરી થઈ હતી,પોલીસે આ ગુન્હો ડિટેક્ટ કરીને બે તસ્કરોને ભંગારના ડેલા પાસેથી મુદ્દામાલ સાથે પકડી લીધા છે.
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના મુજબ પોરબંદર જીલ્લામાં ચોરીના અનડિટેકટ ગુન્હાઓનો ભેદ ઉકેલવા માટે આપેલ સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક પોરબંદર ગ્રામ્ય સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ કુતિયાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી.પી.પરમારની સુચના અન્વયે કુતિયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો કુતિયાણા પોલીસ સ્ટેશન બી.એન. એસ.ક. ૩૦૩(૨),૩૨૯(૩) મુજબના કામે ચોરીના મુદામાલની તપાસમાં હતા,તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ ભોજાભાઈને બાતમી રાહે હકીકત મળેલ કે, ઉપરોક્ત ચોરીમાં ગયેલ બેટરી તથા જટકા મશીન લઈ બે ઈસમો કુતિયાણા જગાતનાકા પાસે કારાભાઈના ભંગારના ડેલા પાસે આવવાના છે જેથી બાતમીવાળી જગ્યાએ વોચ તપાસમાં રહેતા ચોરીમાં ગયેલ બેટરી તથા જટકા મશીન લઈ બે ઈસમો આવતા જેને રોકી પુછપરછ કરતા મજકુરો પાસે ઉપરોક્ત ચોરીમાં ગયેલ બેટરી તથા જટકા મશીન હોય અને મજકુર આરોપીઓ ઉપરોક્ત બેટરી તથા જટકા મશીન ચોરી કરેલ હોવાની કબુલાત આપતા જે બેટરી તથા જટકા મશીનની કિ..૯૦૦૦ ગણી તપાસઅર્થે કબ્જે કરી મજકુર આરોપીઓને ઉપરોક્ત ગુન્હાના કામે ધોરણસર અટક કરી અનડીટેક્ટ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી પ્રસંશનીય કામગીરી કરેલ છે. આ ગુન્હામાં પકડાયેલ આરોપી કુતિયાણાના કાનાકુવા વિસ્તારમાં રહેતો અરવિંદ ભીખુભાઈ ચુડાસમા (ઉ.વ.૨૪),વિશાલ જેન્તીભાઈ ચુડાસમા(ઉ.વ.૨૨) ને પકડી પાડ્યા છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર વી.પી.પરમાર,પોલીસ સબ ઇન્સ્પેકટર કે.એન.ઠાકરીયા,પોલીસ હેડ કોન્સ્ટેબલ પી.આર.ઓડેદરા,પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ ભોજાભાઈ, વિજય ખીમાણંદભાઈ, અશ્વીન વેજાભાઈ, અક્ષયકુમાર જગતસિંહ, મહેશભાઈ મેરામણભાઈ વગેરે રોકાયેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની ભારતની મેચ દુબઈમાં યોજાશે, પીસીબીએ કયુ કન્ફર્મ
December 23, 2024 03:51 PMકોલ્ડવેવ: તાવ–શરદી–ઉધરસ, ઝાડા–ઊલટીના ૨૦૬૭ કેસ
December 23, 2024 03:49 PMરૈયારોડ પર પાસે દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો: ૩.૭૭ લાખનો મુદ્દામાલ કબજે
December 23, 2024 03:48 PMટેકાના ભાવે ખરીદી કેન્દ્રની તુલનાએ રાજકોટ માર્કેટ યાર્ડમાં પાંચ ગણી વધુ મગફળી આવી
December 23, 2024 03:47 PMરાજકોટ જિલ્લામાં રેશનિંગ જથ્થો સપ્લાય ન કરનાર એજન્સીને ૧૮.૨૫ લાખનો દડં
December 23, 2024 03:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech