સંસ્થાને સુપ્રત કરાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા રેલવે સ્ટેશનથી ગઈકાલે શુક્રવારે સવારના સમયે બે નાના બાળકો મળી આવ્યા હતા. આશરે 6 વર્ષ તથા 10 વર્ષની ઉંમરના જણાતા આ બંને બાળકોના કોઈ વાલી વારસ ન હોવાથી આર.પી.એફ.ના જવાનો દ્વારા ખંભાળિયામાં આવેલી ચાઈલ્ડ વેલફેર કમિટી સમક્ષ લાવવામાં આવ્યા હતા. જેથી કમિટીના ચેરમેન ચંદ્રશેખર બુધ્ધભટ્ટી તથા સદસ્ય તુષારભાઈ ત્રિવેદીએ આ બંને બાળકોને અહીંની ચિલ્ડ્રન હોમ ફોર બોય (સી.સી.આઈ.) સંસ્થામાં રાખવા હુકમ કર્યો હતો. જો આ બાળકોના કોઈ વાલી મળી આવે તો અહીંની સંસ્થાનો સંપર્ક કરવા એડવોકેટ ચંદ્રશેખર બુધ્ધભટ્ટી (મો. 94262 60204)ની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોનાલી ઠાકુરની તબિયત લાઈવ કોન્સર્ટમાં લથડી
January 23, 2025 12:29 PMએકતા કપૂરને વૃદ્ધત્વ વિરોધી દવાઓ વિષે સંશોધનમાં વિશેષ રસ
January 23, 2025 12:28 PMનેહા ધૂપિયા અને રિયા ચક્રવર્તી વચ્ચે જોરદાર બોલાચાલી
January 23, 2025 12:26 PMફ્લોપનું લેબલ ધરાવતા અક્ષયની સેન્સ ઓફ હ્યુમર જબરી
January 23, 2025 12:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech