વર્ષ 2023માં ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા નિષ્ઠાવાન પી.આઈ. ગોહિલ તેમજ એ.એસ.આઈ. હરીશભાઈને ગાંધીનગર ખાતે યોજાયેલા ખાસ સમારોહમાં ડી.જી.પી. દ્વારા એવોર્ડ એનાયત કરાયો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત રાજ્યમાં વર્ષ 2023 દરમિયાન પોલીસ અધિકારીઓ, સ્ટાફ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ તાજેતરમાં ગાંધીનગરમાં પોલીસ એકેડેમી ખાતે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એલ.સી.બી. વિભાગમાં પી.આઈ. તરીકે નોંધપાત્ર કામગીરી કરી રહેલા કે. કે.ગોહિલ અને એ.એસ.આઈ. હરીશભાઈ મુળુભાઈ ગાજરોતરની સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીના હસ્તે ડીજીપી'સ કોમોન્ડેશન ડિસ્ક (DGP's Commendation Disk) ના એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં ગઈકાલે મંગળવારે ગાંધીનગરમાં પોલીસ અકાદમી ખાતેના અલંકરણ સમારોહ - 2023 માં તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ તથા એ.એસ.આઈ. હરીશભાઈ ગાજરોતરને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય સહિતના પોલીસ સ્ટાફ દ્વારા આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech