ભાવનગર એલસીબીએ ભાલના વેળાવદર રોડ પરથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી ઇકો કાર સાથે બે શખ્સને ઝડપી લઈ દારૂની ૯૯ બોટલ કિ.રૂ.૬૨,૩૭૦ તેમજ કાર સહિત કુલ રૂ.૧,૬૨,૩૭૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ભાવનગર, એલ.સી.બી.નો સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો ત્યારે મળેલી બાતમી મુજબ રૂષીક ઉર્ફે રઘો ઉમેશગીરી ભીખુગીરી ગૌસ્વામી (ઉ. વ. ૨૪, રહે.રામાપીર મંદિર સામે,.કુડા, ભાવનગર) પોતાના કબ્જા-ભોગવટાની સફેદ કલરની ઇકો કાર રજી. નંબર-ૠઉં-૦૧-ઊંક-૪૫૩૭માં ચોર ખાનું બનાવી તેમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને વેળાવદર ભાલ તરફથી ભાવનગર નારી ચોકડી તરફ આવી રહ્યો હતો.
ત્યારે કાર અટકાવી તલાશી લેતા દારૂની કંપની સીલપેક ફોર સેલ ઇન મહારાષ્ટ્ર સ્ટેટ ઓન્લી લખેલ પ્લાસ્ટીકની કંપની સીલપેક બોટલો મળી આવતા રૂષીક ઉર્ફે રઘો ઉમેશગીરી ભીખુગીરી ગૌસ્વામી (ઉ.વ.૨૪ રહે.રામાપીરના મંદિર સામે, કુડા, તા.ઘોઘા જી.ભાવનગર) અને અશોક કેસરીનારાયણ પાંડે (ઉ.વ.૭૪ રહે.ગળતેશ્વર મહાદેવ મંદિરમાં, ગળતેશ્વર રોડ, ટીંબા, સુરત)ની ધરપકડ કરી બેગ પાઇપર ડીલકી વ્હીસ્કી ઓરીજનલ ૧ લીટરની પ્લાસ્ટીકની કંપની સીલપેક બોટલ નંગ-૯૯ કિં.રૂ.૬૨,૩૭૦ અને ઇકો કાર રજી.નંબર-ૠઉં-૦૧-ઊંક-૪૫૩૭ કિ.રૂ.૧,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૧,૬૨,૩૭૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ ઘનશ્યામભાઇ ગોહિલ, મહેન્દ્દભાઇ ચૌહાણ, સાગરભાઇ જોગદિયા, સંજયભાઇ ચુડાસમા, અને અનિલભાઇ સોલંકી, પ્રજ્ઞેશભાઇ પંડયા સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMસજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલનું ધો.૧૦ માં રાજ્ય અને જિલ્લા કરતાં પણ ઊંચું પરિણામ
May 08, 2025 06:12 PMસત્યમ કોલોની રસ્તા રોકો મામલો...JMC સિટી એન્જિનિયરે આપી પ્રતિક્રિયા
May 08, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech