ખંભાળીયામાં કેફી સીરપની ૩૯૦૦ બોટલ સાથે બે શખ્સ ઝડપાયા

  • February 08, 2024 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અલગ અલગ જગ્યાએ દરોડા : સીરપ, દેશી દારુ સહિત ૫.૯૧ લાખનો મુદામાલ કબ્જે

ખંભાળીયા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએથી કેફી સીરપની નશાકારક ૩૯૦૦ બોટલ તથા ૧૫૦ લીટર દેશી દારુ મળી કુલ ૫.૯૧ લાખના મુદામાલ સાથે બે શખ્સોને દબોચી લીધા હતા.
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા આલ્કહોલવાળી કેફી પીણાનું વેચાણ કરતા ઇસમો પર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અનુસંભાને દેવભુમી દ્વારકા જીલ્લા એસપી નિતેશ પાંડેય, અને ડીવાયએસપી હાર્દિક પ્રજાપતીના માર્ગદર્શન હેઠળ ખંભાળીયા ઇન્ચાર્જ પીઆઇ એસ.વાય ઝાલા, સર્વેલન્સ સ્કવોડના સ્ટાફ કેફી પીણાની નશાકારક બોટલનું વહેચાણ કરનાર ઇસમોને પકડી પાડવા સર્વેલન્સ સ્કોડના પો.કોન્સ યોગરાજસિંહ ઝાલા, પો.હેડ કોન્સ હેમતભાઇ નંદાણીયા તથા જેઠાભાઇ પરમારને સંયુકતમાં ચોકકસ મળેલ હકીકત આધારે ખંભાળીયા તાલુકાના ભાડથર ગામમાં આરોપી કાના ઉર્ફે કલ્પેશ પરબત કેશરીયાના રહેણાંક મકાનમાંથી કુલ બોટલો ૨૫૦ નંગ, કિ. ૩૭૨૫૦ તથા મોબાઇલ કિ. ૫૦૦૦ મળી કુલ ૪૨૨૫૦નો મુદામાલ મળી આવેલ.
તથા ખંભાળીયા મિલન ચાર રસ્તા પાસે રહેતા આરોપી નારણ કેશવ જામ (ઉ.વ.૪૬) રહે. મિલન ચાર રસ્તા કલ્યાણ હોટલવાળી ગલીમા ખંભાળીયાવાળાના કબ્જા ભોગવટાના મકાનમાંથી ૧૪૫૦ બોટલ કિ. ૨.૧૬.૦૫૦ તથા ૭૫૦ બોટલ કિ. ૧.૧૧.૭૫૦, ૬૨૫ બોટલ કિ. ૯૩૧૨૫, ૪૨૫ બોટલો કિ. ૬૩૩૨૫ તથા ૪૦૦ બોટલ કિ. ૨૯૬૦૦, ૧ મોબાઇલ કિ. ૫૦૦ મળી આવેલ તેમજ દેશી દારુ ૧૫૦ લીટર કિ. ૩૦૦૦ નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આમ ખંભાળીયા પોલીસ દ્વારા નશાકારક આલ્કોહોલ કેફી પીણુ સીરપની આયુર્વેદીક અલગ અલગ બ્રાન્ડની બોટલો કુલ નં. ૩૯૦૦ કુલ કિ. ૫.૫૧.૧૦૦ તથા આરોપી નં. ૨ના રહેણાંક મકાનેથી દેશી દારુ ૧૫૦ લીટર કિ. ૩૦૦૦ નો મુદામાલ મળી કુલ ૫.૯૧.૧૦૦નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application