લીમડા ચોક પાસે રહેતા બે શખસોને પોલીસે ચોરાઉ બાઇક સાથે પકડયા

  • December 25, 2023 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ ડી.વી.હરીપરાની રાહબરી હેઠળ એસએસઆઇ એમ.વી.લુવા તથા ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન કોન્સ.જયરાજસિંહ કોટીલા અને હરપાલસિંહ જાડેજાને મળેલી બાતનીના આધારે શાસ્ત્રી મેદાન પાસેથી બે શખસોને શંકાસ્પદ બાઇક સાથે ઝડપી લીધા હતાં.પોલીસે આ શખસોની પુછતાછ કરતા તેમના શીવા ઉર્ફે કિશન ગોરધનભાઇ સાડમીયા(રહે.લીમડા ચોક પાસે મૂળ સાલખડા તા. ચોટીલા) અને નવધણ ઉર્ફે રોહિત રામજીભાઇ સાડમીયા(રહે.લીમડા ચોક) ને હોવાનું માલુમ પડયું હતું.પોલીસે બાઇક અંગે પુછતાછ કરતા સંતોષકારક ઉત્તર આપી શકયા ન હતાં.બાદમાં સઘન પુછતાછ કરતા આ બાઇક તેમણે રાજકોટ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી ચોરી કયર્નિી કબુલાત આપી હતી.જેથી પોલીસે બાઇક કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આરોપી શીવા સામે અગાઉ માલવીયાનગર પોલીસ મથકમાં ચોરીના બે જયારે આરોપી નવધણ સામે પ્ર.નગર પોલીસમાં ચોરીના બે, એ ડિવિઝનમાં બે,બી ડિવિઝનમાં એક, તાલુકામાં એક માલવીયાનગરમાં ચોરીના બે ગુના નોંધાઇ ચૂકયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application