પોરબંદરના સોની વેપારીનું અપહરણ કરી વીસ લાખ પિયાની ખંડણી વસુલનાર મુળ ભાવનગર પંથકના તથા હાલ નેપાળ વસતા ગેંગલીડર તથા તેના ગઢડા રહેતા સાગરિત સામે અંતે પોલીસે ગુજ-સી-ટોક હેઠળ કાર્યવાહી કરી છે, આ ઈસમોની ગેંગ દ્વારા વર્ષ ૨૦૦૯ થી અત્યાર સુધીમાં અનેક લોકોને શિકાર બનાવવામાં આવ્યા છે.
કીર્તિમંદીર પોલીસ સ્ટેશનમાં તા.૨૬.૧૦.૨૦૨૪ ના રોજ દાખલ થયેલ ગુન્હામાં સોની વેપારીને જયપુરમાં બજારભાવથી ૧૫% ઓછા ભાવથી સોનુ મળતુ હોવાની તથા ગ્રાહક લાવનારને પાર્ટી ૪% કમીશન આપવાની વાત કહી સોની વેપારીનું અપહરણ કરી રાજસ્થાન રાજયના જયપુર ખાતે લઇ જઈ ત્યાં અવાવરૂ જગ્યાએ એક મકાનમાં ગોંધી રાખી માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી . ૨૦,૦૦,૦૦૦ ની ખંડણી આંગળીયા પેઢી મારફતે મેળવી ગુન્હો કરેલ હોવાનો ગુન્હો રજીસ્ટર થયેલ હોય અને આ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા આ ગુન્હાની તપાસ પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલ,પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ સોર્સીસ તથા બાતમીદાર મારફતે વ્યુહાત્મક ઢબે તપાસ કરી તા.૨૮.૧૦.૨૦૨૪ ના રોજ બે આરોપી તથા તા.૭.૧૧.૨૦૨૪ ના રોજ પાંચ આરોપી અટક કરવામાં આવેલ છે. જે મુળ. આંકોલાણી હાલ નેપાલગંજ નેપાળના ભરતકુમાર ઉર્ફે ગુ ઉર્ફે ભાનુપ્રતાપસિંહ ઉર્ફે બીરમાનંદ ઉર્ફે ભાર્ગવ જાની ઉર્ફે ભાર્ગવ જૈન મનજીભાઇ ધનજીભાઈ લાઠીયા જાતે પટેલ ઉ.વ.૫૮ ગઢડાના રામજી ઉર્ફે જાડો જીણાભાઈ કટારીયા મહીરાના પ્રતાપ અરશીભાઈ ઓડેદરા, મુળ મહીરાના પોપટ અરશીભાઇ ઓડેદરા ઉ.વ.૩૮ જેતપુર નરેન્દ્રગીરી ઉર્ફે નરેશગીરી મહેશગીરી ગૌસ્વામી, ગઢડાના અશોક ઉર્ફે લાલી ઉર્ફે લાલો ઉર્ફે દરબાર સન/ઓફ બકાભાઇ શીવાભાઈ કાલીયા ઉ.વ.૨૯ શિવરાજપુરના કમલેશ ઉર્ફે ભાણો સન/ઓફ ઓધવજીભાઈ રાધવભાઇ જાપડીયા ઉ.વ.૨૪ ઉપરોકત અટક કરેલ તમામ આરોપીઓ પાસે રોકડા પિયા ૧૦,૦૪,૧૦૦ મારૂતી સુઝુકી કંપનીની અર્ટીગા કાર મુદામાલ રીકવર કરવામાં આવેલ છે.ગેંગલીડર ભરત મનજી લાઠીયાના અલગ અલગ નામવાળા આધારકાર્ડ નંગ-૩ તથા પાનકાર્ડ નંગ- ૧ તથા ડ્રાઇવીંગ લાયસન્સ નંગ-૨ રીકવર કરવામાં આવેલ છે.
આ ગુન્હો ખુબ જ ગંભીર પ્રકારનો હોય પોલીસ અધિક્ષક પોરબંદર દ્વારા આ ગુન્હામાં પકડાયેલ આરોપીઓના ગુનાહીત ઈતિહાસ તપાસવા તથા તમામ આરોપીઓ અંગે જીણવટપુર્વક માહિતી એકત્રીત કરવા આપેલ સુચના અન્વયે અલગ-અલગ ટીમો દ્વારા તમામ આરોપીઓના ગુનાહીત ઈતિહાસ બાબતે તપાસ કરતા આ ગુન્હાના મુખ્ય આરોપી તથા ગેંગ લીડર ભરત મનજીભાઇ લાઠીયા વિધ્ધ આ મુજબના ગુન્હાઓ રજીસ્ટર થયેલ છે.અગ્યારેક વર્ષ પહેલા મેં તથા નેપાળના દિલબહાદુરએ એક માસી સાથે કાંઠમાંડુમાં એક મોટી ઉમરના નેપાળી બાપાને હનીટ્રેપમાં ફસાવી નેપાળી રૂપીયા ૪૦ હજાર લીધેલ હતા.જે બાબતે કોઇ ગુન્હો દાખઇ થયેલ નથી આશરે આઠેક વર્ષ પહેલા મારા પિતાના
(અનુ. છઠ્ઠા પાને)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech