શહેરમાં વધુ બે વ્યકિતના હાર્ટએટેકથી મોત નિવૃત્ત ફૌજી અને કર્મચારીનું હૃદય બેસી ગયું

  • January 06, 2024 02:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં ત્રણ દિવસમાં ચાર યુવાન અને એક બે આધેડનું હાર્ટએટેકથી મૃત્યુ થવાના બનાવ નોંધાયા છે. જેને લઇ ને લોકોમાં પણ ચિંતા ભય જોવા રહી છે. શહેરના રોહિદાસપરમાં ૫૮ વર્ષીય નિવૃત ફૌજી અને  લમીવાડીમાં ૬૦ વર્ષીય પ્રૌઢનું બેભાન હાલતમાં  મોત  નિપયા છે.

પ્રા વિગત મુજબ, રાજકોટના રોહિદાસપરામાં રહેતાં રમેશભાઈ પૂંજાભાઈ મકવાણા (ઉ.વ.૫૮) ગઈકાલે સાંજે પોતાના ઘરે હતાં ત્યારે અચાનક છાતીમાં દુખાવો ઉપડતાં  ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા હોસ્પિટલ પહોંચ્યાની મિનિટોમાં બેભાન થઇ દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો  હતો.  હોસ્પિટલ દ્રારા બનાવની જાણ બી. ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી  અને જરી કાગળો કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડો હતો.
મૃતક નિવૃત બીએસએફનાના નિવૃત ફોજી હતા  અને હાલ  ડ્રાઇવિંગ કામ કરતાં હતા. સંતાનમાં બે પુત્ર છે. બનાવથી પરિવારમાં શોક છવાયો છે.

બીજા બનાવમાં લમીવાડી કવાર્ટરમાં રહેતાં અશોકભાઈ પોપટભાઈ વાગડીયા (ઉ.વ.૬૦) નામના પ્રૌઢ ગઈકાલે સાંજે  પોતાના ઘરેથી સાયકલ લઈ ચા પીવા માટે ગોવિંદપરા–૨ માં ગયાં  હતાં ચા પી ને ઘરે પરત ફરતાં હતાં ત્યારે ગોવિંદપરા ચોક નજીક છતીમા દુખાવો ઉપડતાં ત્યાં જ બેભાન થઈ ઢળી પડતા આસપાસના લોકો એકઠા થી ગયા હતા અને ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ઇમરજન્સી વિભાગના ફરજ પરના તબીબએ જોઈ તપાસી  મૃત જાહેર કર્યા હતાં. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે જરી કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનાર અશોકભાઈ બહત્પમાળી ભવનમાં અગાઉ પ્યુન તરીકે ફરજ બજાવતા હતા અને હાલ નિવૃત્ત જીવન ગાળતા હતાં. પોતે ચાર ભાઈ એક બહેનમાં નાના હતા અને સંતાનમાં એક પુત્ર છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઈ છે. બંને ના મૃત્યુ હાર્ટ એટેકથી થયાનું જણાવ્યું છે.  પીએમ રિપોર્ટમાં બંને હદભાગીના મોત હાર્ટએટેકથી થયાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application