મલેશિયામાં નેવીના બે હેલિકોપ્ટર અથડાયા. આ અકસ્માતમાં દસ લોકોના મોત થયા છે. મલેશિયાની રોયલ મલેશિયન નેવીના વાર્ષિક કાર્યક્રમના રિહર્સલ દરમિયાન બંને સૈન્ય હેલિકોપ્ટર અથડાયા હતા.
નેવીનું આ રિહર્સલ લુમુતના રોયલ મલેશિયન નેવી સ્ટેડિયમમાં થઈ રહ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક હેલિકોપ્ટર બીજા હેલિકોપ્ટર સાથે અથડાતું જોઈ શકાય છે. આ બે હેલિકોપ્ટર ફેનેક એમ૫૦૨–૬ અને એચઓએમ એમ૫૦૩–૩હતા. પહેલું હેલિકોપ્ટર ક્રેશ થઇ અને સ્ટેડિયમની સીડીઓ પર પડું યારે બીજું સ્વિમિંગ પુલમાં પડું.
નેવીએ આ ઘટનામાં દસ લોકોના મોતની પુષ્ટ્રિ કરી છે. દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ હેલિકોપ્ટરના ક્રૂ મેમ્બર હતા. આ ઘટના સ્થાનિક સમય અનુસાર આજે સવારે ૯.૩૨ વાગ્યે બની હતી. નેવીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.કે, તમામ પીડિતો ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા હતા અને તેમને ઓળખ માટે લુમટ આર્મી બેઝ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.સ્થાનિક મીડિયામાં પ્રકાશિત ફટેજ મુજબ, બંને હેલિકોપ્ટર જમીન પર પડા તે પહેલા એક હેલિકોપ્ટરે બીજાના રોટરને કિલપ કરી દીધું. હેલિકોપ્ટરમાંથી એકમાં સાત લોકો સવાર હતા, તે ચાલતા ટ્રેક પર ક્રેશ થયું હોવાનંં માનવામાં આવે છે.
એક ફેનેક એમ૫૦૨–૬, અન્ય ત્રણ પીડિતોને લઈ જતું હતું, નજીકના સ્વિમિંગ પૂલમાં અથડાયું હતું. રાયના અિશમન અને બચાવ વિભાગે જણાવ્યું હતું કે તેને સ્થાનિક સમય અનુસાર ૦૯:૫૦ વાગ્યે ઘટના વિશે જાણ કરવામાં આવી હતી. દેશની નૌસેનાએ કહ્યું કે આ ઘટનાની તપાસ માટે એક તપાસ પેનલની રચના કરવામાં આવી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech