ભાવનગર શહેરના આરટીઓ રોડ પરથી જાહેરમાં ઓનલાઇન ક્રિકેટ મેચ પર આઇડી બનાવી સોદાઓ પડી જુગાર રમી રમાડતા બે શખ્સોને નીલમબાગ પોલીસે ઝડપી લીધા હતા. હાલ ચાલી રહેલી ક્રિકેટ મેચ પર મોબાઈલ પર ઓનલાઇન જુગાર રમતડા મહુવાના બન્ને શખ્સો પાસેથી બે મોબાઈલ સહીત રૂપિયા ૪૦ હજારનો મુદ્દામાલ કબજે કરાયો હતો. અને બન્ને શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર નીલમબાગ પોલીસે ઓનલાઇન ક્રિકેટ મેચ પર આઇડી બનાવી જુગાર રમી રમાડતા બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. નીલમબાગ પોલીસ મથકની ટીમ પોતાના પોસ્ટે વિસ્તારના પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન જવેલ્સ સર્કલ પાસે પહોંચતા ખાનગી રહે મળેલી બાતમીના આધારે આરટીઓ રોડ પર બે શખ્સો મોબાઈલમાં શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા હોવાની માહિતી મળી હતી. જે બાતમીના આધારે આરટીઓ રોડ પર ઉભેલા નટુભાઈ જોધાભાઈ બારૈયા (ઉ.વ.૩૭, રહે.પ્લોટ નંબર ૧૪, ભારતનગર,મહુવા) અને હરદીપસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૨૯, રહે.વિજયરાજનગર,વીંટીનગર,મહુવા) વાળા મળી હાજર મળી આવ્યા હતા. જેઓ પાસે રહેલા મોબાઈલમાં તપાસ કરાતા મોબાઈલમાં હાલ ચાલી રહેલી ક્રિકેટ મેચ પર ઓનલાઇન આઇડી બનાવી અને જુગાર રમી રમાડતા હોય જે અંગે નીલમબાગ પોલીસે બન્ને શખ્સોને બે મોબાઈલ કિંમત રૂપિયા ૪૦૦૦૦ અને રોકડ સહીત રૂપિયા ૪૦,૪૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. અને બન્ને શાખાઓ સામે જુગારધારા કલમ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહિલાઓની તુલનાએ પુરુષોના કદ-વજનમાં ઝડપથી વૃદ્ધિ
January 23, 2025 10:33 AMજામનગર જિલ્લા ભાજપ દ્વારા કાલાવડ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન
January 23, 2025 10:32 AMછેલ્લા 10 વર્ષોમાં મોંઘવારીએ લોકોના ખિસ્સા ખાલી કર્યા
January 23, 2025 10:31 AMઆવતા મહીને ટ્રમ્પ અને મોદીની મુલાકાત ગોઠવાય તેવા પ્રયાસો
January 23, 2025 10:29 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech