રાજકોટના પુનિતનગરમાં મોડીરાત્રે ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે. જેમાં પેંડા ગેંગના સાગરીત પરેશ ગઢવી ઉપર ફાયરિંગ થયું છે. જેને લઈ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે, અંગત અદાવતમાં આ ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે. તો પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપવા કામગીરી કરી રહી છે.
કારમાં આવેલા 2 લોકો ફાયરિંગ કરીને ફરાર
રાજકોટમાં ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે. જેમાં અંગત અદાવતમાં તોસિફ અને સોહેલે ફાયરિંગ કર્યાનું ખૂલ્યું છે, આ ફાયરિંગમાં પેંડા ગેંગના સાગરીત માનતા પરેશ ગઢવી પર ફાયરિંગ થયું છે. જેમાં ઘટનાની જાણ થતાની સાથે જ DCP સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. ઈજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે અને તેને પગના ભાગે ઈજા પહોંચી હોવાની વાત સામે આવી છે. ફરિયાદીના ઘર નજીક આવી તેના પર ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે.
ફાયરિંગ કરનારા થયા ફરાર
જૂની અદાવતને કે ઝઘડાને લઈને ઘટના ઘટી હોવાનું પોલીસને અનુમાન છે, તો જંગલેશ્વર વિસ્તારમાં કારમાં આવેલા તોસિફ અને સોહેલ નામના શખ્સોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. આરોપીઓ ફાયરિંગ કરીને ફરાર થયા છે. આસપાસના લોકોમાં પણ ગભરાહટ જોવા મળ્યો છે. પોલીસે આસપાસના સીસીટીવી તપાસી આરોપીઓને ઝડપવા માટેની કામગીરી કરી છે, ત્યારે જોવાનું એ રહ્યું કે આરોપીઓ સુધી પોલીસ ક્યારે પહોંચી શકે છે.
કુવાડવામાં પણ પાંચ દિવસ પહેલા ફાયરિંગ કરનાર શખ્સ ઝડપાયો
કુવાડવા પોલીસ મથકના વિસ્તારમાં એક શખ્સ ગોડાઉનની છત પર ચડી હથિયારમાંથી ફાયરિંગ કરતો હોવાનો વીડિયો વાઇરલ થતા પીએસઆઇ વરૂ સહિતના સ્ટાફે તપાસ કરતાં ફાયરિંગ કરનાર નવાગામ આણંદપર મફતિયાપરામાં રહેતા અને દૂધનો વેપાર કરતો અજય ઉર્ફે અજુ જવણભાઇ ઝાપડા હોવાનું બહાર આવતા પોલીસે અજયની અટકાયત કરી હતી અને વધુ પૂછપરછ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના વેપારીને ચેક પરતના કેસમાં બે વર્ષની જેલસજાનો આદેશ
April 04, 2025 10:25 AMઈશરધામ (સચાણા) ખાતે રવિવારે ઈશર નોમની ઉજવણી
April 04, 2025 10:22 AMજામનગરના એસપી પ્રેમસુખ ડેલુએ જન્મદિવસ ઉજવણી દિવ્યાંગ બાળકો સાથે કરી
April 04, 2025 10:17 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech