ખંભાળિયા પાસે પોરબંદર-ભાણવડ રોડ પર અકસ્માતમાં બે ના મૃત્યુ

  • April 25, 2025 10:10 AM 

બંને યુવાનોના મૃતદેહો કાઢવા માટે જેસીબી-કેઈન બોલાવવી પડી: દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણ 'દિ થી અકસ્માતના બનાવનું કાળચક્ર



ખંભાળિયામાં પોરબંદર-ભાણવડ રોડ પર અકસ્માતમાં  બે ના મૃત્યુ થતા અરેરાટી વ્યાપી ગઈ છે.



પ્રાપ્ત માહિતી મુજબ ભાણવડ તરફથી આવતા બે બાઈક સવાર પોરબંદર જતા હતા ત્યારે ટ્રક સાથે અથડાયા હતા અને ટ્રક નીચે દબાઈ જતા બંને વ્યક્તિઓના કરૂણ મૃત્યુ નીપજ્યા છે ટ્રકની નીચે બાઈક સાથે ફસાયેલા બંને યુવાનોના મૃતદેહો કાઢવા માટે જેસીબી અને ફ્રેઈન બોલાવવામાં આવી હતી તથા વીજ પુરવઠો બંધ કરવા ફરજ પડી હતી.


ગઈકાલે જ કલ્યાણપુર તાલુકામાં અકસ્માતમાં દંપતિના મૃત્યુ પછી તથા આગલા દિવસે પણ એકનું અકસ્માતમાં મોત પછી આજે ત્રીજા દિવસે પણ સતત આ રીતે અકસ્માત મૃત્યુના બનાવો બનતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અકસ્માતના બનાવનું કાળચક્ર ચાલતું હોય તેવું લાગે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application