કુવાડવા રોડ પર સગીર સહિત બે રૂા.૭૨ હજારના દારૂ સાથે ઝડપાયા

  • December 28, 2023 05:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

થર્ટી ફસ્ર્ટને લઇ પોલીસ ખાસ કરીને દાની હેરફેરની પ્રવૃત્તિ પર વોચ રાખી રહી છે.ત્યારે એલસીબી ઝોન–૧ ની ટીમે કુવાડવા રોડ પર હાઇ વે રોડ પરથી સગીર સહિત બે શખસોને .૭૨ હજારના દાના જથ્થા સાથે ઝડપી લીધા હતાં.જયારે રલેનગરમાં રહેતા બુટલેગર અને તેના પિતાના નામ ખુલતા પોલીસે તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ,એલીસીબી ઝોન–૧ પીએસઆઇ બી.વી.બોરીસાગર તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન કોન્સ. રવીરાજભાઇ પટગીર અને સત્યજીતસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે કુવાડવા રોડ પર હોર્ન ઓકે પ્લીઝ રેસ્ટોરન્ટ પાસેથી ૧૭ વર્ષના તણને તેમજ રેલનગરના લાલબહાદુર શાક્રી ટાઉનશિપમાં રહેતા વિરેન્દ્ર કનુ કરપડા(ઉ.વ ૨૧) ને તેમની પાસે રહેલા ૧૫ પાર્સલ સાથે પકડી પાડા હતા. પાર્સલની તલાશી લેતા અંદરથી વિદેશી દાના ૭૨૦ ચપલા મળી આવ્યા હતા. આ દા અને બે મોબાઇલ સહિત .૮૬ હજારનો મુદામાલ કબજે કર્યેા હતો.

પૂછપરછમાં આ વિદેશી દાનો જથ્થો મૂળ ધોરાજીના અને હાલ રેલનગરના ભગિની નિવેદિતા ટાઉનશિપમાં રહેતા સદામ કુરેશી અને તેના પિતા સલીમ ઉર્ફે બાબર ઇસ્માઇલ કુરેશીનો હોવાનું જણાવ્યું હતું. બંનેએ કુવાડવા હાઇવે પર આવી એક ટ્રકમાંથી દાના પાર્સલ ઉતાર્યા હતા.

મહારાષ્ટ્ર્રથી કટકે કટકે ટ્રક મારફતે દાનો જથ્થો મગાવતા સલીમને એક વર્ષ પહેલાં પોલીસે ઝડપી લીધો હતો. અન્ય રાયમાંથી રાજકોટમાં દા ઠલવાતો હોવાના બનાવના પગલે પોલીસે ચેકિંગ શ કયુ છે.
તણ અને વિરેન્દ્રને પાર્સલ દીઠ એક હજાર પિયા મળી ૧૫ પાર્સલના કુલ .૧૫ હજાર મળવાના હતા. કુવાડવા રોડ પર દા ઉતાર્યા બાદ સલીમ પણ ત્યાં આવ્યો હોય દાનો જથ્થો ધોરાજી પહોંચાડવા માટે અન્ય વાહનની વ્યવસ્થા કરવા ગયો હોવાનું માલુમ પડયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application