મોરબીના સાવસર પ્લોટમાં અનેક ખાનગી હોસ્પિટલ કાર્યરત છે ત્યારે વિવિધ હોસ્પિટલમાંથી નીકળતા બાયો મેડીકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરવામાં આવતો હોવાની ફરિયાદને પગલે પાલિકાની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં બે હોસ્પિટલની બેદરકારી સામે આવતા બંને હોસ્પિટલને ૫૦૦૦-૫૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે.
મોરબી નગરપાલિકાના સેનિટેશન વિભાગના કૃષ્ણસિંહ જાડેજા પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ પાલિકાના સેનિટેશન વિભાગને બાયો મેડીકલ વેસ્ટનો જાહેરમાં તેમજ લોકોના આરોગ્યને નુકશાન થાય તેવી રીતે બેદર્કારીપૂર્ણ રીતે નિકાલ કરાતો હોવાની ફરિયાદો મળી હતી જેથી પાલિકાના સેનિટેશન વિભાગની ટીમે સાવસર પ્લોટમાં આવેલ શ્યામ હોસ્પિટલ અને મધુરમ ઓર્થોપેડિક હોસ્પિટલ બંને સ્થળે ચેકિંગ કર્યું હતું જ્યાં હોસ્પિટલ સંચાલકોની બાયો મેડીકલ વેસ્ટના યોગ્ય નિકાલ અંગે બેદરકારી નજરે પડી હતી જેથી બંને હોસ્પિટલને પાંચ પાંચ હજારનો દંડ ફટકાર્યો છે તેમજ પાલિકાની ટીમ દ્વારા સતત ચેકિંગ સહિતની કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદર્દીના પરિવારને એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટીની CD આપવી ફરજિયાત, જાણો PMJAY યોજનાની નવી SOP
December 23, 2024 01:14 PMમહાપ્રુભજીની બેઠકમાં ભવ્ય અન્નકુટ દર્શન યોજાયા
December 23, 2024 01:13 PMહિન્દુ સેનાએ નાતાલમાં બાળકોને માનસિક ધર્માંતરણથી બચાવવા કરી હાકલ
December 23, 2024 01:08 PMમેઘપર હાઇવે પર યુવાન પર હિંચકારો હુમલો
December 23, 2024 01:07 PMધ્રોલના હરીપર ગામે સોલારના કોપર વાયરની ચોરી, શું બોલ્યા ડીવાયએસપી...?
December 23, 2024 12:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech