દેવભુમિ દ્વારકા જિલ્લાના પૂર્વ કલેકટર મુકેશ પંડયા, રાજેન્દ્ર રાવલ અને પૂર્વ ડીડીઓ ધર્મેન્દ્રસિંહ જાડેજાને મુખ્યમંત્રીના હસ્તે ા.51 હજારનો પુરસ્કાર અને જિલ્લાને ા.40-40 લાખની વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવી
સોમનાથ ખાતે યોજાયેલી ચીંતન શિબિરમાં 2019 થી 2024 સુધીમાં સારી કામગીરી કરનાર આઇએએસ અધિકારીઓને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ગૌરવવંતો કર્મયોગી એવોર્ડ આપવામાં આવ્યો છે જેમાં દ્વારકાના પૂર્વ કલેકટર મુકેશ પંડયા, રાજેન્દ્ર રાવલ અને પૂર્વ ડીડીઓ ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ અગાઉ જામનગરમાં ડીડીઓ તરીકે ફરજ બજાવી ચૂકેલા પ્રસસ્તી પરીકને પણ કર્મયોગી એવોર્ડ આપવામાં આવ્યો છે.
ચીંતન શિબિરમાં મુખ્યમંત્રીએ ા.40-40 લાખ થઇ કુલ 80 લાખની વિશેષ ગ્રાન્ટ પણ અધિકારીઓને ફાળવી છે, એટલું જ નહીં ા.51 હજારનો પુરસ્કાર અને બેસ્ટ કામગીરીનું સર્ટીફીકેટ પણ એનાયત કરવામાં આવ્યું છે. આમ જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા 4 આઇએએસ અધિકારીઓને સરકાર દ્વારા કર્મયોગી એવોર્ડ અપાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગીર ગઢડામાં માનવભક્ષી દીપડાએ ઘરમાં ઘૂસી બે વ્યક્તિ પર હુમલો કર્યો, એકનું મોત, વન વિભાગની ટીમ દોડી
January 19, 2025 10:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech