ઓખામાં બે માછીમારોનો હૃદયરોગના હુમલાએ ભોગ લીધો

  • August 07, 2024 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા અને મૂળ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના રહીશ રમણભાઈ ભીખાભાઈ રાઠોડ નામના 69 વર્ષના વૃદ્ધને સોમવારે રાત્રિના સમયે તેમની બોટમાં સુતા બાદ હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ ચંપકભાઈ વાઘજીભાઈએ ઓખા મરીન પોલીસને કરી છે.


અન્ય એક બનાવમાં સુરત તાલુકાના વડોલી ગામના લલ્લુભાઈ બાલુભાઈ હળપતિ (ઉ.વ. 54) નામના માછીમાર ને સોમવારે રાત્રિના સમયે તેમની અલ ફેસાની નામની બોટમાં સુતા બાદ હાર્ટ એટેકના હુમલાના કારણે મૃત્યુ નિપજ્યું હોવા અંગે સ્થાનિક પોલીસ મથકમાં જાહેર કરાયું છે.


ખંભાળિયાના બેહ ગામનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો: સપ્લાયરની શોધખોળ

ખંભાળિયા તાલુકાના થાર્યા રાયા માયાણી નામના 40 વર્ષના શખ્સને પોલીસે રૂપિયા 4,000 ની કિંમતની વિદેશી દારૂની 10 બોટલ તેમજ એક મોબાઈલ ફોન મળી, કુલ રૂ. 9,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં સપ્લાયર તરીકે અહીંના રામનાથ સોસાયટીમાં રહેતા કમલેશ લખમણ જામનું નામ ખુલવા પામ્યું છે. જે અંગે ખંભાળિયા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News