શહેરના જુદાજુદા વિસ્તારમાં બે જર્જરિત મકાન ધરાશાયી

  • September 02, 2024 03:43 PM 


ચોમાસા દરમિયાન જર્જરીત મકાન ઘટનાની ઘટનાઓ વધતી હોય છે, જેના કારણે જાનહાની ન થાય તે માટે ચોમાસા - પૂર્વે જર્જરીત મિલ્કતોનો સર્વે કરી મહાપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવતી હોય છે અને રીપેરીંગ કરાવવા અથવા મકાન ખાલી કરાવવા સૂચના આપવામાં આવતી હોય છે. કેટલાક જર્જરીત મિલ્કત ધારકો કોઈ કાર્યવાહી કરતા નથી, જેના પગલે જર્જરીત મકાન પડવાની ઘટના બનતી હોય છે. ભાવનગરમાં છેલ્લા બે દિવસમાં બે જર્જરીત મકાન ધરાશાઈ થયા હતા તેથી દોડધામ મચી જવા પામી હતી.
શહેરમાં ભાદેવાની શેરીમાં આવેલ મકાનની ગેલરીનો ભાગતેમજ વોરા શેરીમાં એક જર્જરીત મકાનનો કેટલોક ભાગ તૂટી પડતા  દોડધામ મચી હતી. જો કે મકાન ધરાશાયી થવાની ઘટનામાં સદ્દનસીબે કોઈ જાનહાની થઇ ન હતી.
ભાવનગર મહાપાલિકાએ ચોમાસા પૂર્વે સર્વે કરી આશરે ૨૦૦થી જર્જરીત મિલ્કતને નોટિસ આપી છે. જર્જરીત મિલ્કત રીપેરીંગ કરવી અથવા ખાલી કરવા જણાવેલ છે, જેના પગલે કેટલાક મિલ્કત  ધારકોએ મકાન ખાલી કરાવી નાખ્યા હતા  અને કેટલાક મિલ્કત ધારકોએ રીપેરીંગ  કરાવ્યુ હતું. કેટલાક મિલ્કત ધારકોએ કોઈ કાર્યવાહી નહીં કરતા મનપાએ પાણી અને ડ્રેનેજ લાઈન કાપી નાખી હતી તેમજ વીજ લાઈન કટ કરાવી હતી. આ કામગીરીના પગલે લોકોમાં રોષ ફેલાયો હતો.
શહેરના ભાદેવાની શેરી અને વોરા શેરીમાં આવેલ જર્જરીત મકાનનો કેટલોક ભાગ ધડાકાભેર ધરાશાયી થતા ભારે દોડધામ મચી હતી. જર્જરીત થયેલ એક મકાન શાહ આગમભાઈ શૈલેષકુમાર હોવાનુ સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું.જ્યારે અન્ય  એક જર્જરીત  મકાનની ગેલરી પડતા સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાયો હતો અને તેઓ ઘરની બહાર નિકળી ગયા હતાં. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટયા હતાં. આ બનાવની જાણ થતા ફાયર સ્ટાફ અને મહાપાલિકાના એસ્ટેટ વિભાગનો સ્ટાફ સ્થળ પહોંચી ગયો હતો. આ ઘટનામાં સદ્દનસીબે કોઈ જાનહાની થઈન હતી. મહાપાલિકાની ટીમે વીજ જોડાણ કપાવી નાખી લાકડા સહિતનો કાટમાળખસેડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ચોમાસામાં વરસાદના પગલે ચાલુ વર્ષે કેટલીક જર્જરીત  મિલ્કતો ધરાશાઈ છે પરંતુ કોઈ જાનહાની નહીં થતા રાહત થઈ છે. આ ઘટનાઓને ધ્યાનમાં લઈ જર્જરીત મિલ્કતો ખાલી કરવી જોઈએ તેમ જાગૃત નાગરીકોમાં ચર્ચાય રહ્યુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application