ચારધામ યાત્રાના પ્રથમ દિવસે જ બે શ્રદ્ધાળુઓનું હાર્ટ એટેકથી મોત

  • May 11, 2024 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચારધામ યાત્રાના મુખ્ય તીર્થસ્થળ યમુનોત્રી યાત્રાના પહેલા જ દિવસે બે શ્રદ્ધાળુઓનું હાર્ટ એટેકથી મોત થયા હતા. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તપાસ શ કરી છે. મળતી માહિતી મુજબ, ગઈકાલે સાંજે અલગ–અલગ જગ્યાએ હાર્ટ એટેકથી શ્રદ્ધાળુઓનું મોત થયા હતા. બંને ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના રહેવાસી હતા.મધ્ય પ્રદેશના સાગર જિલ્લાના રામ ગોપાલ (૭૧) અને ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના વિમલા દેવી (૬૯)નું મૃત્યુ થયું છે. એસએચઓ સંતોષ સિંહ કુંવરે આ વાતની પુષ્ટ્રિ કરી છે. તેમણે કહ્યું કે પંચનામાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ઉત્તરાખંડમાં ચાર ધામ મંદિરોમાં હાલની ભીડને ધ્યાનમાં રાખીને, ઉત્તરકાશી પોલીસે ચાર ધામ યાત્રા ટ્રાફિક એડવાઈઝરી જારી કરી છે. આ યાત્રા ૧૦મી મેના રોજ અક્ષય તૃતીયાના શુભ અવસર પર શ થઈ હતી. કેદારનાથ મંદિરમાં દર્શન કરવા આવેલા હજારો ભકતોથી મંદિરો તરફ જતા રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ટિ્રપનું આયોજન કરનારા લોકો તમામ ખાસ ટ્રાફિક નિયમોથી વાકેફ હોવા જોઈએ.

ઉત્તરાખંડમાં ગત વર્ષે ચાર ધામ યાત્રા પર આવેલા ઘણા શ્રદ્ધાળુઓનું હાર્ટ એટેક અથવા અન્ય કારણોસર મૃત્યુ થયું હતું, ત્યારબાદ સરકારે ૫૫ વર્ષથી વધુ ઉંમરના અને કોઈપણ રોગથી પીડિત શ્રદ્ધાળુઓને જતા પહેલા તેમના સ્વાસ્થ્યની તપાસ કરવા જણાવ્યું હતું. યાત્રા પર ચોક્કસપણે પરીક્ષણ કરાવવાની સલાહ આપવામાં આવી છે. આરોગ્ય વિભાગે આ વર્ષે ચારધામ યાત્રા પર આવનારા ૫૦ વર્ષથી વધુ ઉંમરના તમામ શ્રદ્ધાળુઓ માટે આરોગ્ય તપાસ ફરજિયાત કરી છે. જો કે કોઈને પણ મુસાફરી કરતા અટકાવવામાં આવશે નહીં, પરંતુ તેમને પહેલા આરામ કરવાની અથવા યોગ્ય સારવાર લેવાની સલાહ આપવામાં આવશે. ટ્રાવેલ રૂ ટ પર ૫૦ સ્ક્રીનીંગ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. ચારધામ યાત્રાના રૂટ પર નિષ્ણાત તબીબોને તૈનાત કરવામાં આવી રહ્યા છે. ચારધામ યાત્રાના રૂટ પર આવેલી હોસ્પિટલોમાં યાત્રા દરમિયાન રોટેશન પર કુલ ૧૮૦ ડોકટરો તૈનાત કરવામાં આવશે. ઉપરાંત ખાનગી ક્ષેત્રના તબીબોનો પણ સહકાર લેવામાં આવી રહ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application