જામનગરના સાંઢીયાપુલ પાસે વિદેશી દારુની બોટલો સાથે મહિલા સહિત બે ની અટકાયત

  • June 23, 2023 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સપ્લાયરનું નામ ખુલ્યુ : પાંચ દારુની બાટલી કબ્જે

જામનગરના સાંઢીયાપુલ પાસે ખાખીનગરમાં એક મહીલાના ભોગવટાના મકાનમાં સીટી-સી પોલીસે દરોડો પાડી અંગ્રેજી દારુની બે બોટલ સાથે અટકાયત કરી હતી જેમાં સપ્લાયરનું નામ ખુલ્યુ હતું, જયારે સાંઢીયાપુલ પાસે કારખાનામાં દારુની ત્રણ બોટલ સાથે એક વેપારીને પકડી લેવામાં આવ્યો હતો જેમાં પણ સપ્લાયરની સંડોવણી સામે આવી હતી.
જામનગરના સાંઢીયાપુલ પાસે ખાખીનગરમાં રહેતી જેસાઇબેન સેવા ગોજીયા નામની મહિલાના ભોગવટાના મકાનમાં ઇંગ્લીશ દારુની બોટલો હોવાની બાતમીના આધારે સીટી-સી પોલીસે દરોડો પાડીને શરાબની બે બોટલ સાથે અટકાયત કરી હતી આ બોટલો ખાખીનગરમાં રહેતા અનિલ પરબત આંબલીયાએ સપ્લાઇ કરી હોવાનું ખુલ્યું છે.
બીજા બનાવમાં રાજકોટ ખંભાળીયા હાઇવે સાંઢીયાપુલ નજીક બ્રાસ ટેકનો પ્રોડકટ નામના કારખાનામાં પંચ-બી પોલીસે બાતમીના આધારે તપાસ આગળ વધારીને માધવબાગ-૧ શેરી નં. ૫માં રહેતા જગદીશ ચના માડમ નામના વેપારીને ઇંગ્લીશ દારુની ત્રણ બોટલ સાથે દબોચી લીધો હતો જેમાં પણ અનિલ આંબલીયાનું નામ ખુલ્યુ હતું. જેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application