જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ શૈલેશ કારાભાઈ વાડોલીયા અને અજય બાબુભાઈ ધ્રાંગીયાએ સોસાયટીમાંથી લોન લીધેલ હતી. આ લોન ભરપાઈ કરવા આરોપીઓએ ચેક આપેલા અને સોસાયટીએ ચેકો બેંકમાં ડિપોઝીટ કરતા ચેકો રીટર્ન થયેલ જેથી સોસાયટીના વકીલ દ્વારા કાયદેસરની નોટીસ આપવામાં આવેલ તેમ છત્તા સોસાયટીના ચેક મુજબની રકમનું લેણું બંને આરોપી દ્વારા ભરાયેલ ન હોય તેથી નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ - 138 અન્વયે આરોપીઓ વિરુધ કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરેલ હતી અને સમન્સ મળતા બંને આરોપીઓ કોર્ટ સમક્ષ હાજર થયેલા હતા.
આ કેસ આગળ ચાલતા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ, ફરીયાદી પક્ષના પુરાવાઓ અને સોસાયટીના વકીલની દલીલોને ધ્યાને લઈ આ કામના આરોપીઓને તકસીરવાન ઠરાવવામાં આવ્યા હતા અને બંને આરોપીઓને 6 માસની જેલની સજા તેમજ વાદગ્રસ્ત ચેકની રકમ અનુક્રમે રૂ 17,55,171 અને રૂ.48,441 નો દંડ તેમજ આરોપીઓ ગેરહાજર હોવાથી વોરંટ ઇસ્યુ કરવાનો હુકમ કરવામાં આવેલ છે.
આ કેસમાં ફરીયાદી તરફે વકીલ મિતેષભાઈ એલ.પટેલ, મણીલાલ જી.કાલસરીયા, ગૌરાંગભાઈ જી. મુંજપરા, હરજીવનભાઈ એમ. ધામેલીયા, જયદીપસિંહ જાડેજા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરેલનગર,લક્ષ્મીનગર અને રામનગર સહિત ૧૨ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા તૈયારી
December 20, 2024 04:02 PM૨૦૨૭ સુધી પાકિસ્તાનમાં યોજાનાર કોઈપણ ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ હેઠળ રમાશે: આઈસીસી
December 20, 2024 04:00 PMBAPS મંદિરમાંથી મોહનથાળ અને લાડુ ગુરુકુળમાંથી અડદિયાના સેમ્પલ લેવાયા
December 20, 2024 03:59 PMધાંધલ – ધમાલ સાથે સંસદનું શિયાળુ સત્ર પૂર્ણ
December 20, 2024 03:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech