ચોટીલામાં સતત બે દિવસથી વરસાદ: ત્રિવેણી ઠાંગા ડેમ ઓવરફલો

  • July 07, 2023 01:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર ચોટીલા વિસ્તારમાં બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, બે દિવસમાં બે ઈંચ કરતા વધુ વરસાદ પડતા ઠાંગા વિસ્તારમાં આવેલ ત્રિવેણી ડેમ ભરાઈ ઓવરફલો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.
ત્રણ દિવસ વરસાદની આગાહીના પગલે ચોટીલા પંથક્ધા ઠાંગા વિસ્તારમાં બે ઈંચ વરસાદ પડતા ત્રિવેણી ઠાંગા ડેમ છલકાયો હતો અને ૦.૦.૧ મીટરે ઓવરફલો થતાં તંત્ર દ્વારા નિચાણવાસમાં પાણી આવતા છ ગામના લોકોને સાવચેત કરી જાનમાલની રક્ષા માટે નદી અને પાણીના વહેણવાળા વિસ્તારોમાં અવરજવર ન કરવા સૂચના આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application