મોરબીના નવા બસ સ્ટેન્ડમાં આવેલ લડુ ગોપાલ રેસ્ટોરન્ટ પ્લસ કેન્ટીનમાં બાળ–મજૂરોને નોકરીએ રાખી તેના પાસે મજૂરી કરાવતા હોવાની બાતમીને આધારે મદદનીશ શ્રમ આયુકતના અધિકારી સહિતની ટીમ દ્રારા રેઇડ કરી બે બાળ–મજૂરોને મુકત કરાવી રેસ્ટોરન્ટ માલીક સામે બાળ મજૂર પ્રતિબધં અધિનિયમ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લ ા મદદનીશ શ્રમ આયુકતના સરકારી શ્રમ અધિકારી એમ.પી જોષી એ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં લડુ ગોપાલ રેસ્ટોરન્ટના સંચાલક આરોપી મહેશ નારણભાઇ કોઠારી રહે.૪૪ સત્કાર બંગલોઝ નાના ચીલોડા અમદાવાદવાળા વિદ્ધ બાળ મજૂરોને કામે રાખી તેની પાસે મજૂરી કરાવતા હોવાની ફરિયાદ નોંધાવી છે.
મોરબી જીલ્લ ા સરકારી શ્રમ અધિકારી દ્રારા નોંધાવેલ ફરિયાદ મુજબ મોરબીના નવા બસ સ્ટેન્ડ ખાતે આવેલ લડુગોપાલ રેસ્ટોરન્ટ પ્લસ કેન્ટીનમાં બાળ મજૂરો રાખી તેની પાસે કામ કરાવી તેનું શોષણ કરવામાં આવતું હોવાની બાતમીને આધારે જીલ્લ ા મદદનીશ શ્રમ આયુકતની સૂચના મુજબ જીલ્લ ા ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ ટીમ દ્રારા રેઇડ કરવામાં આવી હતી, જે રેઇડ દરમિયાન લડુ ગોપાલ રેસ્ટોરન્ટ પ્લસ કેન્ટીનમાંથી એક ૧૧ વર્ષીય અને એક ૧૩ વર્ષીય બાળકો બન્ને છેલ્લ ા દોઢ મહિનાથી રેસ્ટોરન્ટમાં હેલ્પર તરીકે કામ કરતા હોવાનું જણાવ્યું હતું, આથી બંને બાળ મજૂરોને ત્યાંથી મુકત કરાવી સમાજ સુરક્ષા અધિકારીને સુપ્રત કરાયા હતા જે મુજબની ફરિયાદને આધારે એ ડિવિઝન પોલીસે લડુ ગોપાલ રેસ્ટોરન્ટ પ્લસ કેન્ટીનના માલીક આરોપી મહેશ કોઠારી વિદ્ધ બાળ મજૂર પ્રતિબધં અને નિયમ અધિનિયમની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMસુરતની મિશન હોસ્પિટલમાં આગ, 20 દર્દીઓને સ્ટ્રેચર પર કઢાયા બહાર
May 06, 2025 07:13 PMજામનગર : યુદ્ધની સ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે બચવું તે અંગે આવતીકાલે યોજાશે મોકડ્રિલ
May 06, 2025 06:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech