રાજકોટ–પોરબંદર નેશનલ હાઇવે રોડ પર નવાગઢ નજીકથી રાજકોટ એલસીબીની ટીમે ટ્રકમાં લઇ જવાતો દા–બિયરનો જથ્થો ઝડપી પાડી બે શખ્સોની ધરપકડ કરી હતી. એલસીબીની ટીમે ૨૨૨ બોટલ દા, ૧૬૪ બીયરના ટીન, બે મોબાઈલ, ટ્રક મળી કુલ .૧૦,૬૮,૮૦૦નો મુદામાલ કબ્જે કર્યેા હતો. ઝડપાયેલા શખ્સોની પૂછપરછમાં વધુ બે નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લામાં દાની પ્રવૃત્તિને ડામવા અને આવી પ્રવુતિ કરતા શખસોને પકડી પાડવા માટે જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની સૂચનાના પગલે એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાની રાહબરીમાં ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પો.હેડ.કોન્સ દિવ્યેશભાઈ સુવા, રાજુભાઈ સાંબડા, હરેશભાઇ પરમારને ચોક્કસ બાતમી મળી હતી કે, રાજકોટ–પોરબંદર નેશનલ હાઇવે પરથી જીજે ૦૩ બીઝેડ ૮૩૫૨ નંબરનો અશોક લેલન ટ્રક પસાર થઇ રહ્યો છે તેમાં વિદેશી દા લઇ જવાઈ રહ્યો છે. જે બાતમી મળતા એલસીબીની ટીમે નવાગઢ નજીક વોચ ગોઠવતા પસાર થતા ટ્રકને રોકી ચાલક અને કલીનરની પુછપરછ કરતા બંનેના નામ સિકંદર ગનીભાઇ તારકવાડીયા અને ફિરોજ ઉર્ફે ટમલો વલીભાઈ ઉઢેચા (બંને રહે–નવાગઢ, જેતપુર)ના હોવાનું જણાવ્યું હતું. પોલીસે ટ્રકની તલાસી લેતા તેમાંથી ઈંગ્લીસ દાની નાની–મોટી બોટલ નગં ૨૨૨, બીયરના ટીન નગં ૧૬૪ મળી આવતા પોલીસે ટ્રક, બે મોબાઈલ કબ્જે કરી બંને સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. બંને શખ્સોની પૂછપરછમાં દા ભાવેશ ઉર્ફે ભલા પટેલ, ફિરોજ યુસુફભાઈ ઘાંચી (બંને રહે જેતપુર,નવાગઢ)ને આપવાનો હોવાનું ખુલતા પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ગાય સાથે જધન્ય કૃત્ય કરનાર શખ્સને ગણતરીના કલાકોમાં પોલીસે શોધી કાઢ્યો
April 12, 2025 12:53 PMજોડિયા: "રામવાડી" માં હનુમાન જ્યંતીની ભકિતભાવ પૂર્વક ઉજવણી
April 12, 2025 12:48 PMસેવક દેવળીયા ગામેથી પાંચ જુગારીઓ ઝડપાયા
April 12, 2025 12:40 PMખંભાળિયામાં પ્રૌઢ સાથે અગાઉની માથાકૂટનું મનદુઃખ રાખી બે શખ્સો દ્વારા બધડાટી
April 12, 2025 12:39 PMખંભાળિયા નજીક બાઇક આડે ગાય ઉતરતા અકસ્માત
April 12, 2025 12:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech