૪૦ તુક્કલ અને ૧૨ ચાઇનીઝ દોરી સાથે બે ધંધાર્થી ઝડપાયા

  • January 15, 2024 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન શહેર પોલીસ દ્રારા ચાઈનીઝ દોરી–તુક્કલના વેચાણને કડક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.જે અંતર્ગત એસોજીએ શહેરના ભગવતીપરા વિસ્તારમાં ચાઈનીઝ દોરીની ૧૨ રિલ અને સદર બજાર વિસ્તારમાં ૪૦ ચાઈનીઝ તુક્કલ સાથે ધંધાર્થીને ઝડપી લઇ તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જાણવા મળતી વિગતો મુજબ ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાને પગલે એસઓજી પીઆઇ જે.ડી.ઝાલાની રાહબરી હેઠળ ટીમ દ્રારા શહેરમાં કયાંય ચાઈનીઝ દારી–તુક્કલનું વેચાણ થાય છે કે કેમ? અને કોઈ શકશો પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અથવા તુક્કલનું વેચાણ કરતા હોય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ચેકિંગમાં હતી દરમિયાન શહેરના સદર બજાર વિસ્તારમાં રઘુવંશી પાનવાળી શેરીમાં ફટપાથ પર ચાલીસ ચાઈનીઝ તુક્કલ સાથે અફઝલ રસીદભાઈ શેખ(ઉ.વ ૩૨ રહે સદરબજાર) ને ઝડપી લઇ તેની પાસેથી પિયા ૧૨૦૦ ની કિંમતનો આ માલ કબજે કરી જાહેરનામા અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. યારે ભગવતીપરા મેઇન રોડ પર જાહેરમાં ચાઈનીઝ દોરીની ૧૨ રીલ સાથે એજાજ રફિકભાઈ અસીરી(ઉ.વ ૨૪ રહે. જયપ્રકાશના શેરી નંબર ૪) ને ઝડપી લઇ તેની સામે જાહેરનામા અંગેનો ગુનો નોંધ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application