જામનગરમાં એસટી બસ અને બાઇક અકસ્માતમાં બે સાઢુભાઇને ઇજા

  • March 27, 2025 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા : એસટી ચાલક સામે રાવ


જામનગરના એસટી રોડ, કચ્છી દાબેલી સામેના વિસ્તારમાં ગઇકાલે એસટી બસ અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા બે સાઢુભાઇને શરીરે નાની મોટી ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા, આ બનાવ અંગે એસટી બસના ચાલક સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે.


જામનગરના ઢીચડા રોડ, એરફોર્સ 1 પાસે રહેતા પ્રેમ વસંતભાઇ ભદ્રા (ઉ.વ.25) તથા તેના સાઢુભાઇ જયભાઇ બગડા આ બંને હીરો સ્પ્લેન્ડર નં. જીજે3પીસી-8739 લઇને ગઇકાલે એસટી રોડ પરથી પસાર થઇ રહયા હતા, ત્યારે એસટી બસના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી મોટરસાયકલને હડફેટે લઇ અકસ્માત સર્જયો હતો.

આ અકસ્માતમાં પ્રેમભાઇને હાથ અને શરીરના ભાગે મુંઢ ઇજાઓ તથા જયભાઇને પગમાં ફ્રેકચર, દાઢી અને માથના ભાગે ગંભીર ઇજાઓ પહોચાડી હતી, પ્રેમભાઇ દ્વારા સીટી-એ ડીવીઝનમાં એસટી બસ નં. જીજે18ઝેડ-3860ના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application