કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે ફોરેસ્ટ વિસ્તારમાં ઓફિસ ધરાવતા ભાટીયા ગામના રહીશ રામ નાથાભાઈ ગઢવી નામના એક શખ્સની ઓફિસમાં વિદેશી દારૂ હોવા અંગેની માહિતી સ્થાનિક પોલીસને મળતા રાત્રિના સમયે કલ્યાણપુર પોલીસ દ્વારા આ સ્થળે ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. આ સ્થળેથી પોલીસે રૂપિયા ૧૪,૦૦૦ ની કિંમતની ૩૫ બોટલ વિદેશી દારૂ તથા રૂપિયા ૯,૦૦૦ ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂ. ૨૩,૦૦૦ ના મુદ્દામાલ સાથે ભાટીયા ગામના ગઢવી રાણશી ઉર્ફે અભય ખેરાજ વરમલ (ઉ.વ. ૨૩) અને આ જ ગામના રામ ભારૂ બઢા (ઉ.વ. ૨૫) નામના બે ગઢવી યુવાનોને ઝડપી લીધા હતા.
આ પ્રકરણમાં પોલીસે ભાટીયાના રામ નાથા ગઢવી અને રાણપર ગામના વીરા ભાયા રબારીની સંડોવણી પણ જાહેર કરી, આ બંને શખ્સોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં ઝડપાયેલા રાણશી ઉર્ફે અભય વરમલ અને રામ ભારૂ બઢા નામના બે શખ્સો સામે પ્રોહી. એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
***
દારુના ગુનામાં નાસતો ફરતો શખ્સ ઝપટે ચડયો
કચ્છ પશ્ર્ચિમ જીલ્લાના પ્રાગપર પોલીસ સ્ટેશનના ઇંગ્લીશ દારુના ગુનામાં નાસતા ફરતા આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્કવોડે એસટી રોડ પરથી પકડી લીધો હતો.
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા જામનગર એસપી પ્રેમસુખ ડેલુએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જેથી એલસીબી ઇન્ચાર્જ પીઆઇ બી.એન. ચૌધરીના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ એલ.જે. મિયાત્રા તથા સ્ટાફના માણસો જરુરી વર્કઆઉટમાં હતા.
દરમ્યાન સ્ટાફના ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ, લખધીરસિંહ જાડેજા, ભગીરથસિંહ સરવૈયા, કરણસિંહ જાડેજા તથા મહીપાલ સાદીયાને મળેલ બાતમી આધારે કચ્છ પશ્ર્ચિમ જીલ્લાના પ્રાગપર પોલીસ સ્ટેશનના પ્રોબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી રાહુલ ઉર્ફે તરુણ રાજેશ ખતવાણી રહે. નાનકપુરી, સંતકવર રામ ચોક, રણજીતસાગર રોડ, જામનગરવાળાને એસટી બસ સ્ટેન્ડ ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી માટે સીટી-એ ડીવીઝન પોલીસને સોપી આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતાંત્રિકીયા ચોકમાં ચાલતી અંધશ્રધ્ધાનું આવ્યુ કાયમી નિરાકરણ
December 23, 2024 02:34 PMનવ મહિના પહેલા છેતરપીંડી કરી નાસી છુટનાર બે મહિલાઓ ઝડપાઇ
December 23, 2024 02:32 PMપોલીસે દારુની ભઠ્ઠીનો નાશ કરી વનવિભાગનું વધુ એક વખત નાક કાપ્યુ !
December 23, 2024 02:31 PMકમલાબાગ પોલીસ સ્ટેશન પાસે હવે ‘હીટ એન્ડ ફન’ ની વિચિત્ર ઘટના બની!
December 23, 2024 02:29 PM‘અમારી માધવાણી કોલેજ રાબેતા મુજબ ચાલુ છે, અફવામાં આવવુ નહીં’
December 23, 2024 02:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech