ભાવનગર એલસીબી ટીમે વિદેશી દારૂમાં જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. શહેરના પ્રવેશદ્વાર નારી ચોકડી ફ્લાય ઓવર પાસે બેગમાં વિદેશી દારૂના ૮૮ ચપટાં લઈને ઉભેલા મહુવાના બે શખ્સને લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી વરતેજ પોલીસને સોંપી દીધા હતા. દારૂની બોટલો સાથે બન્ને શખ્સને વરતેજ પોલીસને સોંપી દેવાયા હતા.
આ અંગે લોકલ ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતેથી મળતી માહિતી અનુસાર એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી. ત્યારે નારી ચોકડી ફૂલાય ઓવર પાસે ભાવનગર શહેર તરફ જવાના રસ્તા પર એક દિવ્યાંગ સહિત બે શખ્સ બેગમાં દારૂનો જથ્થો લઈને ઉભા હોવાની ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે દોડી જઈ રાજુભાઈ લખમણભાઈ જોળિયા (રહે,પ્લોટ નં.૩૩૫, નૂતનનગર, મહુવા) અને ગોપાલભાઈ બુધાભાઈ મકવાણા (રહે,સરકારી હોસ્પિટલવાળા ખાંચામાં, કુબેરબાગ, નૂતનનગર, મહુવા) નામના બે શખ્સને દારૂના ૮૮ ચપટાં અને બેગ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ બંને વિરૂધ્ધ પ્રોહિબીશન એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ગુનો દાખલ કરી વરતેજ પોલીસ મથક ખાતે સોંપી આપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIND W vs PAK W: ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું
October 06, 2024 08:25 PMનરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સફળ 23 વર્ષ પૂર્ણ
October 06, 2024 07:01 PMએક્ઝિટ પોલના આંકડા વિશે ભાજપના નેતા બ્રિજભૂષણ સિંહે કહ્યું, 'હરિયાણા વિશે બોલવાની મનાઈ છે'
October 06, 2024 01:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech