કોડીનારમાં રહેણાક વિસ્તારમાંથી ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે બે ઝડપાયા

  • March 26, 2024 12:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોડીનાર શહેરમાં ૫૧૨ કવાટરનાં રહેણાંક  વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો આવ્યો બાતમીના આધારે સર્વેલન્સ સ્કોડ ર્પોલીસ ટીમે દરોડો કર્યો હતો જેમાં રહેણાક મકાનમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૩૦૯ બોટલો તેમજ મોબાઈલ  સહીત કુલ રૂ.૨૮૦૫૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો બન્ને આરોપીને ઝડપી પાડયા હતા.

 કોડીનાર શહેરમાં દારૂ અને જુગારની બદીને ડામવા પોલીસ ઠેર ઠેર દરોડા કરી છે ત્યારે કોડીનાર ૫૧૨ કવાટરમાં રહેતા શાહ નવાજ ભાઈ ઈસુબ ભાઈ ચૌહાણ અને બીજો આરોપી  સંજય લાલજી મકવાણા પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરતો હોવાની બાતમી  સર્વેલન્સ સ્કોડ,  પોલીસ ટીમને મળી હતી આથી કોડીનારનાં પીઆઈ ભોજાણીની સૂચનાથી  સર્વેલન્સ સ્કોડનાં પીએસઆઇ કે એમ ચાવડા તથા પો.હેડકોન્સ. પ્રકાશભાઇ પુનાભાઇ તથા પો કોન્સ નંદીશસિંહ જેસીંગભાઇ તથા જશપાલસિંહ પ્રતાપસિંહનાઓને સહીતની પોલીસ ટીમે બાતમી વાળી જગ્યાએ દરોડો કરતા શાહ નવાજ યુસુફભાઈ ચૌહાણ તથા સંજય લાલજી મકવાણાનાં રહેણાંક મકાનમાં બાતમીનાં આધારે પોલીસે ઘર ની તલાસી લેતા કઅલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૩૦૯ બોટલો કિંમત રૂ.૨૮૦૫૦ તથા એક એ મોબાઈલ સહીત કુલ રૂા.૨૮૫૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે દારૂના જથ્થાનો સંગ્રહ કરનાર બંને આરોપીને કોડીનાર પોલીસ મથકે પ્રોહિબીશન અંગેનો ગુનો નોંધી આરોપીને ઝડપી લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application